- સોશિયલ મીડિયા સેન્સેશન બન્યો છે નિખિલ
- દિવ્યાંગ હોવા છતાં ન હારી હિંમત
- ખાસ ટ્રેનિંગ લઇ રહ્યો છે નિખિલ
દિલ્હી: પંજાબી બાગ વિસ્તારમાં ગવર્નમેન્ટ બૉયઝ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરનાર ધોરણ 12નો વિદ્યાર્થી નિખિલ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં છવાયેલો છે. નિખિલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જેમા નિખિલ ખૂબ જ ઝડપથી બેક ફ્લિપ અને સમર સાલ્ટ કરતાં જોવા મળ્યા છે. વીડિયોને લોકોએ સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કર્યો છે સાથે જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને નિખિલનો આત્મવિશ્વાસ પણ વધાર્યો છે અને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
દિવ્યાંગ હોવા છતાં ન હારી હિંમત
12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી નિખિલની ઉંમર 17 વર્ષની છે. દિવ્યાંગ હોવાના કારણે તેને રોજીંદાના કામમાં તકલીફ કરે છે છતાં તેણે હાર માની નહીં. પોતાની હિંમત અને મનોબળના બળે પોતાની કળા પર કામ કર્યું અને આજે સામાન્ય લોકો કરતાં વધારે સારી ફ્લિપ અને સમર સાલ્ટ કરવા લાગ્યા છે.
ક્યાંથી શરૂ થઇ નિખિલની શરૂઆત
નિખિલને બહુ નાની ઉંમરથી જ સપના જોવાનું શરૂ કર્યુ હતું. તેના સ્પોટ્સ કરિયરની શરૂઆત લગભગ 2 વર્ષ પહેલાં કરી હતી. તે રોજ પાર્ક જતો હતો જ્યાં તેના ભાઇના એક મિત્રએ તેને બેક ફ્લિપ અને સમર સાલ્ટ કરતાં શીખવાડ્યું હતું. આ પછી નિખિલનો રસ વધ્યો અને તેણે 10 દિવસમાં બેક ફ્લિપ કરતાં શીખી લીધું જ્યારે સામાન્ય રીતે લોકોને બેક ફ્લિપ શીખતાં 20 થી 30 દિવસ લાગે છે.
વધુ વાંચો: EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
અત્યારે ક્યાંથી લઇ રહ્યો છે નિખિલ ટ્રેનિંગ
અત્યારે નિખિલની ટ્રેનિંગ જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં ચાલી રહી છે. ત્યાં નિખિલને એક મેટ આપવામાં આવી છે જેથી તે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી શકે. નિખિલનું સપનું છે કે એક દિવસે તે પેરા ઓલંપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ગોલ્ડ મેડલ પણ અપાવે.
નિખિલને પ્રેક્ટિસમાં આવે છે અડચણ
નિખિલે ઇટીવી ભારત સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે પ્રેક્ટિસ દરમ્યાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેમકે એક પગ પર બેલેન્સ કરવું ખૂબ મુશ્કેલ છે. તેમાં પણ પ્રેક્ટિસ દરમ્યાન તેને ઘણી વખત વાગે પણ છે.
અત્યારે ફક્ત અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે નિખિલ
નિખિલે વાતચીતમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અત્યારે તે ફક્ત અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે તેની ધોરણ 12ની પરીક્ષા નજીક છે. આથી તે ફક્ત 3 ક્લાક પ્રેક્ટિસ કરી શકે છે. અગાઉ તે સવાર - સાંજ 3 - 3 ક્લાક પ્રેક્ટિસ કરતો હતો.
વધુ વાંચો: Exclusive: સુરત જિલ્લામાં એક પણ શેલ્ટર હોમ નથી- જિલ્લા વિકાસ અધિકારી
આર્થિક રીતે નબળો છે નિખિલનો પરિવાર
નિખિલના પિતા ડ્રાઇવર છે. જ્યારે તેની મા એક દુકાન ચલાવે છે. જેનાથી તેમનું ઘર ચાલે છે. પણ નિખિલને આશા છે કે દિલ્હીના મુખ્યપ્રધાને તેનો વીડિયો ટ્વિટ કર્યો છે આથી સરકાર તરફથી તેને મદદ કરશે.
ભણવામાં કેવો છે નિખિલ
નિખિલના સ્કૂલના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે તે સામાન્ય વિદ્યાર્થી છે અને તે ભણવામાં ગંભીર છે. ઉપરાંત તે અનુશાસિત પણ છે.
મનુ ગુલાટીએ પણ કહી પોતાની વાત
નિખિલની કળાને જોઇને તેનો વીડિયો પોસ્ટ કરનાર મનુ ગુલાટીએ ઇટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે નિખિલના આ ટેલેન્ટ અંગે સ્કૂલના ગુલાબ શર્મા અને પ્રિન્સિપલ દ્વારા જાણ થઇ હતી. આથી તેમણે તેનો વીડિયો ટ્વિટ કર્યો હતો. આ વીડિયો જોયા પછી દિલ્હીના મુખ્યપ્રધાને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. દિલ્હી સરકાર સતત સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.