નવી દિલ્હી: ગુરુગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં (IP UNIVERSITY) શૈક્ષણિક સત્ર 2022-23 માટે પ્રવેશ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી. યુનિવર્સિટી વહીવટીતંત્ર વતી 2022-23ના શૈક્ષણિક સત્રમાં અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને PHD અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા માર્ચ મહિનામાં શરૂ થઈ હતી.
આ પણ વાંચો: Exam Fever 2022 : ITIમાં ઓનલાઇન એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે જાણો...
1200 રુપિયા ફી કરાઇ નકિક - શૈક્ષણિક સત્ર 2022-23 માટે ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાં (IP UNIVERSITY) અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને PHD અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે છે. પ્રવેશ માટે, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. પ્રવેશ માટેની (IP UNIVERSITY ) અરજી ફી રૂપિયા 1200 નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Exam Fever 2022 : 25 દેશોમાં એક સાથે યોજાશે JEE ની પરીક્ષા, પરિક્ષાર્થીઓને લાભ કે નૂકસાન...?
85 ટકા સીટો દિલ્હીના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત - નોંધનીય છે કે, દિલ્હીની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ વર્ષથી સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ હેઠળ એડમિશન લેવામાં આવી રહ્યું છે, જેમાં દિલ્હી યુનિવર્સિટી, JNU, આંબેડકર યુનિવર્સિટી અને જામિયાના માત્ર અમુક અભ્યાસક્રમો ને જ લેવામાં આવી રહ્યા છે. અન્ય યુનિવર્સિટીઓમાં અગાઉની જેમ જ પ્રવેશ પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીની 85 ટકા સીટો દિલ્હીના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. તે જ સમયે, 15 ટકા સીટો દિલ્હી બહારના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. યુનિવર્સિટી હોસ્ટેલમાં બહારના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.