ETV Bharat / bharat

દેશના દરેક નાગરીકને વિનામૂલ્યે કોરોના રસી મળવી જોઈએ : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ આશા રાખી છે કે આ વખતે દેશના બધા નાગરીકોને સરકાર તરફથી ફ્રીમાં રસી લગાવવામાં આવશે.

rahul
દેશના દરેક નાગરીકને વિનામૂલ્યે કોરોના રસી મળવી જોઈએ : રાહુલ ગાંધી
author img

By

Published : Apr 30, 2021, 10:57 AM IST

  • રાહુલ ગાંધીએ દેશમાં મફત રસીકરણની કરી અપીલ
  • કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલે કર્યા વડાપ્રધાન પર આક્ષેપ
  • સેન્ટ્રલ વિસ્ટાના પ્રોજક્ટ પર ઉઠાવ્યા સવાલ

દિલ્હી: 1 મેથી 18-44 વર્ષના વય જૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરતા પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોએ વિના મૂલ્યે એન્ટી-કોરોના રસી મળવી જોઈએ.

દેશમાં દરેકને ફ્રીમાં રસી મળવી જોઈએ

તેમણે ટ્વિટ કર્યું, ભારતને કોવિડની મફત રસી અપાવવી જોઈએ. બધા નાગરિકોને વિના મૂલ્યે રસી અપાવવી જોઈએ. આશા છે કે આ વખતે આવું જ કંઇક થશે. બીજી તરફ, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: સુપ્રીમ કોર્ટે કામ અટકાવવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર પાસે માગ્યો જવાબ

રણદિપ સુરજેવાલનો મોદી પર પ્રહાર

તેમણે એક સમાચારનો હવાલો આપીને ટ્વીટ કર્યું, '... કારણ કે સંસદનું નિર્માણ અને વડા પ્રધાનનું કાર્યાલય લોકોના જીવન કરતાં વધુ મહત્વનું છે. સરકારી તિજોરીમાંથી 20,000 કરોડ ખર્ચ થશે, ત્યારબાદ જ ઉદઘાટનની પાટ પર મોદીજીનું નામ લખવામાં આવશે. દેશનું શું છે - તેને હિન્દુ-મુસ્લિમ, પટેલ-બિન-પટેલ, જાટ-બિન-જાટ વગેરેમાં વહેંચવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.