- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જવાનો સાથે ઉજવશે દિવાળી
દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી ઉજવશે (PM MODI WILL CELEBRATE DIWALI WITH SOLDIERS). સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે અને નૌશેરા સેક્ટરમાં સેનાનાં જવાનો સાથે દિવાળી ઉજવશે. Click Hear
2 આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ધટાડો
દેશમાં ઘણા સમયથી લગાતાર પેટ્રોલ અને ડીઝલનાં (PETROL AND DIESEL) ભાવ પર સરકારે સ્ટ્રાઈક કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી (Excise duty) ઘટાડવાની જાહેરાત કરી હતી, ત્યારે આજે ગુરૂવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 5 અને 10 રૂપિયાનો ધટાડો કરવામાં આવશે. Click Hear
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 બાલાકોટ એરસ્ટ્રાઇકનાં હીરો કેપ્ટન અભિનંદનને મળ્યું પ્રમોશન: બન્યા ગ્રુપ કેપ્ટન
બાલાકોટ એરસ્ટ્રાઇકના હીરો કેપ્ટન અભિનંદન વર્ધમાન (Wing Commander Abhinandan Vardhaman)ને એરફોર્સના ગ્રુપ કેપ્ટન બનાવ્યા છે. હાલમાં તેઓ કેપ્ટનના પદ પર છે. Click Hear
2 WHOએ ભારત બાયોટેકની 'કોવેક્સિન'ને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી
ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવિડ રસી 'કોવેક્સિન'ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી માન્યતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, WHOએ 'કોવેક્સિન'ને ઇમરજન્સી યુઝ (EUL) માટે મંજૂરી આપી દીધી છે. Click Hear
3 આપણી ટીનેજર વિનિશા ઉમાશંકર COP26 Glasgow માં ભાષણ આપી વિશ્વના નેતાઓ સામે છવાઈ ગઈ
ગ્લાસગોમાં આયોજિત ક્લાઈમેટ સમિટમાં 14 વર્ષની વિનિશા ઉમાશંકરે ઘણી હેડલાઈન્સમાં સ્થાન બનાવ્યું હતું. Vinisha Umashankar તમિલનાડુની છે. તેને પ્રિન્સ વિલિયમ (Prince William) દ્વારા ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિનિશાએ પોતાના ભાષણમાં કહ્યું કે તમે અમારું નેતૃત્વ નહીં કરો તો પણ અમે કરીશું. તમે મોડું કરશો તો પણ આગળ વધીશું. ભલે તમે ભૂતકાળમાં જીવો, અમે આગળ વધતા રહીશું. પરંતુ કૃપા કરીને અમને ટેકો આપવા માટે આ આમંત્રણ સ્વીકારો, તમને કોઈ અફસોસ નહીં થાય. Click Hear
સુખીભવ:
1 સલામતી સાથે કરો દિવાળી પર્વની ઉજવણી
રોશનીનો તહેવાર દિવાળી (Diwali) આવી ગઈ છે. આ દિવસોમાં દરેક લોકો ઉત્સાહિત છે. તહેવારમાં ખુશી જાળવવા માટે જરૂરી છે કે સંપૂર્ણ કાળજી લેવામાં આવે અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવે. Click Hear