- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 અમિત શાહ 23મી થી જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અમિત શાહ શનિવારે પહેલા શ્રીનગર(Srinagar) પહોંચશે, જ્યાં તેમની સાથે ગૃહ સચિવ એની ભલ્લા, ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)અને IB (Intelligence Bureau) સહિત ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહેશે. Click Hear
2 રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન, તમામ રાજ્યની પોલીસ જોડાશે એકતા પરેડમાં
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા(Kevadia)માં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની શાનદાર ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. Click Hear
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત
NTA તરફથી જાહેર કરાયેલ નિવેદન અનુસાર, ઉમેદવારોથીની પ્રતિક્રિયા મેળવી NTA એ આ પ્રક્રિયા ફરી શરૂ કરી છે. જે 26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે. Click Hear
2 'અંબાણી' અને 'RSSના વ્યક્તિ'ની ફાઇલો મંજૂર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર આવી હતી : મલિક
જમ્મુ -કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે (Satyapal Malik)મોટો દાવો કર્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ 'અંબાણી' અને 'આરએસએસ (Ambani and another RSS) સાથે જોડાયેલા' વ્યક્તિની બે ફાઇલો મંજૂર કરે તો તેમને 300 કરોડ રૂપિયા લાંચ તરીકે મળશે, પરંતુ તેમણે સોદા રદ કરી દીધા. Click Hear
3 NCB એ ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની 4 કલાક પૂછપરછ કરી
ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે આજે શુક્રવારે NCB ઓફિસ પહોંચી હતી. NCB ની ટીમે શુક્રવારે ડ્રગ્સ કેસમાં અભિનેત્રીની સતત ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. ગુરુવારે પણ NCB દ્વારા અનન્યાની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. Click Hear
- sukhibhava:
1 વહેલી સવારે નાસ્તો કરવાની આદત ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે
વહેલી સવારે નાસ્તો કરવાની આદત લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસ(Diabetes)નું જોખમ ઘટાડે છે ઉપરાંત ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. Click Hear