ETV Bharat / bharat

ઈથોપિયાથી આવેલા વ્યક્તિએ પેટમાં 104 કેકોઈનની છુપાવી, આવી રીતે ઝડપાયો - બેંગલુરુ કસ્ટમ્સ દ્વારા મુસાફરની ધરપકડ

સામાન્ય રીતે એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો વેપલો આંતરાષ્ટ્રીય બની ગયો છે. સોનું છુપાવીને લાવવાના આમ તો અનેક એવા કિમીયા સામે આવ્યા છે. પણ કર્ણાટકના બેંગ્લુરૂના કસ્ટમ વિભાગે ઈથોપિયાની એક વ્યક્તિના પેટમાં છુપાવેલું ડ્રગ્સ શોધી કાઢ્યું છે. બેંગલુરુ કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) ના અધિકારીઓએ ઇથોપિયાથી ઈથોપિયન એરલાઈન્સમાં (Ethiopian Airlines) આવેલ અને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ (Kempegowda International Bangalore Airport) બેંગલુરુ એરપોર્ટ પર પહોંચેલા પેસેન્જરની પૂછપરછ કરી હતી.

Etv Bharatકસ્ટમ્સ દ્વારા ઇથોપિયનની ધરપકડ, પેટમાંથી 104 કોક કેપ્સ્યુલ મળી

author img

By

Published : Sep 24, 2022, 4:52 PM IST

Updated : Sep 24, 2022, 5:31 PM IST

દેવનાહલ્લી: સોનાની દાણચોરીને લઈને એરપોર્ટ પર ઘણી વખત માની ન શકાય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પણ ડ્રગ્સ ઘુસાડવા માટે પેડલરો ગળે ન ઊતરે એવા આઈડિયા અજમાવીને જોખમ ખેડતા હોય છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. ઇથોપિયાથી ઈથોપિયન એરલાઈન્સની (Ethiopian Airlines) ફ્લાઈટમાં એક મુસાફર બેંગલુરુ આવ્યો હતો. ઈથોપિયન એરલાઈન્સમાં (Ethiopian Airlines) આવેલા એક નાગરિકની કોકેઈનની 104 કેપ્સ્યુલની દાણચોરી કરતા બેંગલુરુ કસ્ટમ અધિકારીઓ (Passenger arrested by Bengaluru customs) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

13 કરોડની કિંમતઃ મુસાફરના પેટમાંથી 13.6 કરોડની કિંમતની 104 કોકેઈનની કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે. ડ્રગની દાણચોરીનો મામલો ગયા સોમવારે પ્રકાશમાં આવ્યો, જ્યારે બેંગલુરુ કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ યુનિટના (Bengaluru Customs Intelligence Unit) અધિકારીઓએ ઇથોપિયાથી કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ (Kempegowda International Bangalore Airport) એરપોર્ટ પર પહોંચેલા પેસેન્જરની પૂછપરછ કરી હતી.

જીવને જોખમ હતું: ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ ઈનાદાબા અમ્પાડુ ક્વાડવો તરીકે થઈ છે. આરોપી આદીસ અબાબાથી ઈથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ ET 690માં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. શંકાના આધારે, કસ્ટમ અધિકારીઓ આરોપીને હોસ્પિટલમાં લઈ ગયા અને ડૉક્ટરની તપાસ પછી તેના પેટમાં કેપ્સ્યુલ મળી. 104 કેપ્સ્યુલ ખૂબ જ કાળજીપૂર્વક કાઢવામાં આવી હતી. ડોકટરોએ કહ્યું કે, જો 3 દિવસમાં કેપ્સ્યુલ દૂર કરવામાં ન આવે તો તેના જીવને જોખમ હતું.

Last Updated : Sep 24, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.