જબલપુર:મધ્યપ્રદેશના જબલપુરમાં EOW એક્શનમાં(Jabalpur EOW Action) આવી છે. Chairman of the Church of North India Board of Education બિશપ પીસી સિંહના ઘરે દરોડા (Bishop PC Singh house raided)પાડ્યા હતા. બિશપ પર બનાવટી દસ્તાવેજોના આધારે અનેક સંસ્થાઓના અધ્યક્ષ બનીને કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ છે. બિશપ સિંહ સામે 2 કરોડ 70 લાખ રૂપિયાની રકમ ધાર્મિક સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવા અને તેનો ઉપયોગ કરવા બદલ ફરિયાદો મળી હતી. ફરિયાદની તપાસ કર્યા બાદ EOW એ ગુરુવારે બિશપ હાઉસ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં બિશપના ઘરેથી વિદેશી ચલણ સહિત 2 હજાર અને 500 ની ચલણી નોટોનો કરોડોના મોઢે જથ્થો મળી આવ્યો હતો.
નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું : કરોડોની રોકડ ગણવા માટે, EOW ટીમે નોટ ગણવાનું મશીન મંગાવવુ પડ્યું હતું. બિશપના ઘરે પહોંચ્યા બાદ નોટો ગણવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના ચેરમેન બિશપ પીસી સિંહની સામે દેશભરમાં નાણાકીય અનિયમિતતા સિવાય અન્ય કેસો નોંધાયેલા છે. જેમાં છેતરપિંડી, બનાવટી, ફંડની ગેરરીતિ સહિતના જમીન વ્યવહારો સાથે સંબંધિત કેસનો પણ સમાવેશ થાય છે.
ઘર અને ઓફીસ પર દરોડા:બિશપ પીસી સિંહે ખોટા તેૈયાર કરાવેલા દસ્તાવેજોના આધારે મૂળ સોસાયટીનું નામ બદલીને તેના અધ્યક્ષ પદનો દુરુપયોગ કર્યો હતો. ગેરરીતિઓ પ્રકાશમાં આવ્યા બાદ ઇકોનોમિક સેલ વિંગની ટીમે જબલપુરના નેપિયર ટાઉનમાં રહેઠાણ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
2 કરોડ 70 લાખની ઉચાપતનો આરોપઃ અત્યાર સુધીની તપાસમાં, EOW દ્વારા વર્ષ 2004-05 થી 2011-12 દરમિયાન, ધાર્મિક સંસ્થાઓમાં લગભગ 2 કરોડ 70 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરીને આ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાંથી દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ રકમનો ઉપયોગ પોતાના માટે પણ કર્યો હોવાના પુરાવા મળ્યા છે. તપાસમાં બહાર આવેલા પુરાવાના આધારે આરોપી બિશપ પીસી સિંહ, બીએસ સોલંકી, તત્કાલીન આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ફર્મ્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ જબલપુર વિરુદ્ધ કલમ 406, 420, 468, 471, 120B હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.