ETV Bharat / bharat

ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે પહેલા દિવસે 506 રન બનાવ્યા અને 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો - ઈંગ્લેન્ડે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઈંગ્લેન્ડે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના (ENGLAND VS PAKISTAN 1ST TEST MATCH) પ્રથમ દિવસે 506/4નો સ્કોર બનાવ્યો, આ રીતે ઘણા રેકોર્ડ તોડ્યા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 657 રન પર સમાપ્ત થયો.

Etv Bharatઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે પહેલા દિવસે 506 રન બનાવ્યા અને 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

author img

By

Published : Dec 2, 2022, 3:52 PM IST

નવી દિલ્હીઃ ટેસ્ટ રમવા માટે 17 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચેલી ઈંગ્લેન્ડની (ENGLAND VS PAKISTAN 1ST TEST MATCH) ટીમે પહેલા દિવસે જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. રાવલપિંડી ટેસ્ટના પહેલા દિવસે ટીમે 75 ઓવરમાં 4 વિકેટે 506 રન બનાવ્યા હતા. મેચમાં જેક ક્રોલીએ 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઓપનર તરીકે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ (England made world record) પણ તેના નામે થઈ ગયો હતો.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સૌથી વધુ રનનો રેકોર્ડ: પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 506 રન બનાવ્યા હતા. આ કોઈપણ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બનેલો સૌથી મોટો સ્કોર છે. આજ પહેલા કોઈ ટીમ 500 રનના આંકડાને સ્પર્શી શકી ન હતી. આ પહેલા 9 ડિસેમ્બર 1910ના રોજ ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટે 494 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

ટેસ્ટ મેચના પહેલા દિવસે 4 સદી: મેચમાં જેક ક્રોલીએ 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઓપનર તરીકે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો હતો. તેના પછી બેન ડકેટે 110 બોલમાં 107 રન, ઓલી પોપે 104 બોલમાં 108 રન અને ત્યારબાદ હેરી બ્રુક્સે 81 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચાર સદી ફટકારવામાં આવી હોય.

ટેસ્ટ મેચની 1 ઓવરમાં 6 ચોગ્ગા: પાકિસ્તાન માટે ઉદ શકીલ 67મી ઓવર લાવ્યો હતો. આ ઓવરના પહેલા બોલ પર બ્રુકે મિડવિકેટની દિશામાં શાનદાર ફોર ફટકારી હતી. આ પછી, તેણે આગલા પાંચ બોલમાં પણ બાઉન્ડ્રી ફટકારી. બોલર બ્રુક સામે સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. આવું પાંચમી વખત બન્યું છે જ્યારે ટેસ્ટ મેચની એક ઓવરમાં છ બોલમાં છ ચોગ્ગા માર્યા હોય. આ પહેલા સંદીપ પાટીલ (1982માં), ક્રિસ ગેલ (2004માં), રામનરેશ સરવન (2006માં) અને સનથ જયસૂર્યા (2007માં) આ કારનામું કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.