- પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ આમને સામને
- લશ્કર કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડે સુરક્ષા દળના નિશાને
- સુરક્ષા દળ દ્વારા શુક્રવારે બે આંતકીને ઠાર કરવામાં આવ્યા હતા
શ્રીનગર : કાશ્મીર ઝોન પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ ચાલી રહી છે. આ અગાઉ સુરક્ષા દળોએ બે અલગ અલગ ઘટનાઓ પર બે આતંકીઓને ઠાર કર્યા હતા.
લશ્કર કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડે ઘેરાયો
આ અંગે કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે, પુલવામાંના પમ્પોરમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં લશ્કર કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને ઘેરી લેવામાં આવ્યો છે. મુશ્તાક ટોચના 10 આતંકીઓમાંનો એક છે જેને જમ્મુ -કાશ્મીર પોલીસ શોધી રહી છે અને તે શ્રીનગરમાં બે પોલીસની હત્યામાં પણ સામેલ છે.
અગાઉ સુરક્ષા દળોએ કર્યા હતા 2 આંતકી ઠાર
આ પહેલા જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ અલગ ઘટનાઓ પર બે આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ શ્રીનગરના શાહિદ બશીર શેખ તરીકે થઈ છે. તે તાજેતરમાં પીડીડી વિભાગના કર્મચારી મોહમ્મદ સફી ડારની હત્યામાં સામેલ હતો, જ્યારે બીજો આતંકવાદી શહીદ PSI અર્શીદની હત્યામાં સામેલ હતો. જમ્મુ -કાશ્મીરમાં નાગરિકો અને લઘુમતીઓની તાજેતરની હત્યાઓમાં સામેલ બે આતંકવાદીઓ શુક્રવારે પુલવામા અને શ્રીનગર જિલ્લામાં સુરક્ષા દળો સાથે અલગ અથડામણ દરમિયાન માર્યા ગયા હતા.
રસાયણશાસ્ત્રી અને બે શિક્ષકોની થઈ હતી હત્યા
તાજેતરમાં એક રસાયણશાસ્ત્રી (બિનરૂ) અને બે શિક્ષકો (સુપિન્દર કૌલ અને દીપક ચાંદ) ની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદી શાહિદ અને તંજીલને આજે શનિવારે અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વહીબાગ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત હતા. પુલવામામાં આતંકવાદીઓની હાજરીની જાણ થતા પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સર્ચ ઓપરેશન બાદમાં અથડામણમાં ફેરવાઈ જતા એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શ્રીનગરનો રહેવાસી શાહિદ બશીર શેખ તરીકે થઈ છે.
આ પણ વાંચો: