નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો લોકોને ઈમોશનલ કરી રહ્યો છે. આ વીડિયોમાં બે સગા ભાઈઓ 74 વર્ષ પછી એકબીજાને મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, કરતારપુર સાહિબ કોરિડોર (kartarpur sahib corridor) પર 74 વર્ષ (Reunion of two brothers after 74 years) પછી બે અલગ પડેલા ભાઈઓ મળ્યા હતા. દેશના ભાગલા વખતે બન્ને ભાઈઓ અલગ થઈ ગયા હતા. આટલા વર્ષો પછી બન્ને મળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા તેઓ લાંબા સમય સુધી રડતા રહ્યા હતા. બન્ને ભાઈઓની ઓળખ મુહમ્મદ સિદ્દીક અને ભારતમાં રહેતા તેના ભાઈ હબીબ ઉર્ફે શેલા તરીકે થઈ છે.
-
Kartarpur Sahib corridor has reunited two elderly brothers across the Punjab border after 74 years. The two brothers had parted ways at the time of partition. A corridor of reunion 🙏 pic.twitter.com/g2FgQco6wG
— Gagandeep Singh (@Gagan4344) January 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kartarpur Sahib corridor has reunited two elderly brothers across the Punjab border after 74 years. The two brothers had parted ways at the time of partition. A corridor of reunion 🙏 pic.twitter.com/g2FgQco6wG
— Gagandeep Singh (@Gagan4344) January 12, 2022Kartarpur Sahib corridor has reunited two elderly brothers across the Punjab border after 74 years. The two brothers had parted ways at the time of partition. A corridor of reunion 🙏 pic.twitter.com/g2FgQco6wG
— Gagandeep Singh (@Gagan4344) January 12, 2022
મોહમ્મદ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદ અને તેનો ભાઈ શેલા ભારતના પંજાબમાં રહે છે
મોહમ્મદ સિદ્દીકની ઉંમર 80 વર્ષ છે અને તે પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે, તેનો ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિભાજન દરમિયાન હબીબ તેની માતા સાથે તેની મામાના ઘરે આવ્યો હતો, જે પંજાબમાં છે. વિભાજન પછી હત્યાકાંડ શરૂ થયો ત્યારે તે પાકિસ્તાન જઈ શક્યો ન હતો. પરિવારજનોએ તેના પિતા અને મોટાભાઈ વિશે માહિતી મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે મળ્યો નહીં.
બન્ને કરતારપુર કોરિડોર દ્વારા જોડાયેલા હતા
ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં મુહમ્મદ સિદ્દીકના પરિચિતોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો, જેમાં તે 1947ની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આ પછી બન્ને ભાઈઓને એકબીજા વિશે ખબર પડી હતી. બન્ને કરતારપુર કોરિડોર દ્વારા જોડાયેલા હતા. આ દરમિયાન કરતાર સાહિબ ગુરુદ્વારાના અધિકારીઓ પણ હાજર હતા, જે વાયરલ વીડિયોમાં પણ જોવા મળી રહ્યા છે. મીટીંગમાં હબીબે સિદ્દીકને જણાવ્યું હતું કે, આટલા વર્ષોથી ભારતમાં રહીને તેણે લગ્ન કર્યા નથી અને તેની માતા હોશ ગુમાવ્યા બાદ મૃત્યુ પામી હતી.
આ પણ વાંચો: Protest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગ
આ પણ વાંચો: UP Assembly election 2022 : અયોધ્યાથી ચૂંટણી લડશે યુપીના CM યોગી આદિત્યનાથ