આગ્રા: રક્ષાપ્રધાન રાજનાથ સિંહના (defense minister rajnath singh) પ્લેનનું શુક્રવારે મોડી રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું (rajnath singh plane emergency landing) હતું. જેના કારણે આગરામાં પોલીસ અને વહીવટી અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સમાચાર મળતાની સાથે જ પોલીસ અને વહીવટી અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ખેરિયા મોડ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આગ્રામાં રક્ષાપ્રધાનના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આગ્રા એરપોર્ટ પર લગભગ 30 મિનિટ રોકાયા હતા. દિલ્હીમાં હવામાન સાફ થતાં જ તેમનું વિમાન આગ્રાથી ટેકઓફ થયું.
આ પણ વાંચો: હે.. ના હોય.. તબીબે દર્દીની કિડનીમાંથી 206 સ્ટોન કાઢ્યા
અધિકારીઓમાં ગભરાટ ફેલાયો: રક્ષાપ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે રાત્રે લખનઉથી દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં રાત્રે અચાનક હવામાન ખરાબ થઈ ગયું હતું. જેના કારણે અચાનક આગ્રા એરપોર્ટ પર રક્ષાપ્રધાનના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ અને પ્રશાસનને આ અંગેની માહિતી મળી તો અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગ્રાના ADG, આગ્રાના IG, SSP અને પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
રસ્તાઓ પર પોલીસ ફોર્સ તૈનાત: આગ્રા એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રસ્તાઓ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. વાયરલેસ પર જાણ કરવામાં આવી હતી કે સંરક્ષણ પ્રધાન સર્કિટ હાઉસ પહોંચી શકે છે. આથી દરેક જણ ફરજ પર પહોંચી ગયા હતા. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ 30 મિનિટ સુધી એરપોર્ટ પર રોકાયા હતા. આ પછી, જ્યારે દિલ્હીમાં હવામાન સાનુકૂળ બન્યું, ત્યારે સંરક્ષણ પ્રધાન વિમાનમાં દિલ્હી જવા રવાના થયા.