બુલંદશહેર દિલ્હીથી બનારસ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી (technical fault in Vande bharat) સર્જાઈ હવાની ઘટના બની હતી. જે દિલ્હી-હાવડા રેલ માર્ગે થઈ હતી. ડનકૌર અને વાઘર રેલવે સ્ટેશન વચ્ચે વ્હીલ જામ થવાને કારણે ટ્રેન જામ થઈ ગઈ હતી. છેલ્લા પાંચ કલાકથી ટ્રેન ડાઉન લાઇન પર ઉભી હતી.
મુસાફરોને ખસેડવાની કામગીરી રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેન (Vande Mataram train) છેલ્લા પાંચ કલાકથી ડાઉન લાઇન પર ઊભી હતી. ટ્રેનને સપોર્ટિંગ એન્જિન દ્વારા ખેંચીને ખુર્જા જંકશન પર લાવવામાં આવી હતી. ત્યારે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા દિલ્હીથી અન્ય રેક મંગાવીને મુસાફરોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમારકામ માટે ટેકનિકલ ટીમના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન સીમાંચલ એક્સપ્રેસ સહિત કેટલીક એક્સપ્રેસને અસર થઈ હતી. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.
ટ્રેનના પૈડાં જામ ખુર્જા જંકશનના એસએસ ઘનશ્યામ દાસ મીણાએ જણાવ્યું કે, દિલ્હીથી બનારસ જતી વંદે ભારત એક્સપ્રેસ વ્હીલ જામના કારણે છેલ્લા 4:30 થી 5 કલાકથી વૈર અને દનકૌર સ્ટેશન વચ્ચે ડાઉન ટ્રેક પર ઉભી છે. વંદે ભારતનાં પૈડાં જામ થતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોની સુવિધા માટે રેલ્વે પ્રશાસને દિલ્હીથી બીજી રેક મંગાવી અને વંદે ભારત એક્સપ્રેસને ખુર્જા જંકશન પર લાવ્યો.
ટ્રેનોને ડાયવર્ટ મુસાફરોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ટેકનિકલ ટીમના (fault in Vande Mataram train) અધિકારીઓને પણ માહિતી આપીને ઘટનાસ્થળે બોલાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, સીમાંચલ એક્સપ્રેસ સહિત કેટલીક અન્ય ટ્રેનોને પણ અસર થઈ છે. આ સિવાય ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.