- જયપુરમાં હાથીઓની હેરાફેરી કરવાથી લોકોમાં રોષ
- ભાજપના કાઉન્સિલરો અને પીપલ ફોર સ્ટ્રિટ ડોગ સંસ્થાએ લગાવ્યા આરોપ
- હાથીઓની તસ્કરી થઈ હોવાનો લગાવ્યો આરોપ
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના સાતસણ ગામમાં એક સાથે 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં
જયપુરઃ શહેરના આમેર હાથી ગામથી હાથીઓને ગુજરાત મોકલવાનો મામલો પૂરઝડપે આગળ વધી રહ્યો છે. આરોપ છે કે, વન વિભાગના અધિકારીઓની મિલીભગતથી હાથી ગામથી હાથીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ અનફિટ હાથીઓની હાથી સવારી કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ઝારખંડના બેતલા નેશનલ પાર્કમાં પાલતુ હાથી બન્યો જંગલી હાથીઓનો શિકાર
હાથીના માલિક અને વન વિભાગના અધિકારીઓની મિલીભગત
હાથીઓને ગુજરાત મોકલવા અને અનફિટ હાથીઓની હાથી સવારી કરવા અંગે ડિવિઝનલ કમિશનર અને જયપુર જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ મળી છે. ભાજપના કાઉન્સિલરો અને પીપલ ફોર સ્ટ્રિટ ડોગ સંસ્થા તરફથી ફરિયાદ આપવામાં આવી છે કે, આમેર હાથી ગામમાં હાથીઓને ખોટી રીતે ગુજરાત મોકલવામાં આવે છે. આ સાથે જ હાથીઓની તસ્કરીનો પણ આરોપ લગાવ્યો છે. પીપલ સ્ટ્રિટ ડોગ સંસ્થાના સભ્ય જ્યોતિ ખંડેલવાલના જણાવ્યાનુસાર, જે હાથીઓને અનફિટ બતાવવામાં આવ્યા હતા. તેમની પાસે પણ એલિફન્ટ રાઈડિંગ કરાવવામાં આવી રહી છે. ભાજપના નેતા અભિનાશ સોનીએ જણાવ્યું કે, હાથીના માલિક અને વન વિભાગના અધિકારીઓની મિલીભગતથી હાથીઓને પરવાનગી વગર અન્ય જગ્યા પર મોકલી દેવાયા છે.