ETV Bharat / bharat

Chhattisgarh Assembly Election 2023: સરગુજા જિલ્લામાં હાથીઓનો આતંક બીજા તબક્કાના મતદાનને અસર કરી શકે છે !!! - એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થવાનું છે. જો કે સરગુજા વિસ્તારમાં મતદારોને મતદાન કરવામાં હાથીના આતંકની સમસ્યા નડી રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

સરગુજા જિલ્લામાં હાથીઓનો આતંક બીજા તબક્કાના મતદાનને અસર કરી શકે છે !!!

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 3:54 PM IST

સરગુજાઃ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં બસ્તરની 12 અને દુર્ગની 8 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. બીજા તબક્કાનું મતદાન 17મી નવેમ્બરે થવાનું છે. જેમાં વિધાનસભાની બાકી રહેલ 70 બેઠકો પર મતદાન થશે. આ બેઠકોમાં કેટલીક બેઠકો હાથીઓના આતંકથી અસરગ્રસ્ત છે. બીજા તબક્કાના મતદાનને હાથીઓના આતંકની અસર થઈ શકે છે. કારણ કે મતદાતાઓ મતદાન કરતા જીવ બચાવવાને વધારે પ્રાધાન્ય આપશે.

હાથીઓના આતંકવાળી બેઠકોઃ છત્તીસગઢમાં બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી અનેક બેઠકો હાથીના આતંકથી પ્રભાવિત છે. જેમાં ગરિયાબંદ, મહાસમુંદ, કોરબા, રાયગઢ, ધરમજયગઢ, સરગુજા, બલરામપુર અને સૂરજપુર જેવા જિલ્લાની બેઠકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હાથી અવારનવાર ખેડૂતોના પાક અને ઘરોને નુકસાન પહોંચાડે છે. આ વિસ્તારોમાં મતદારો મતદાન માટે પોલિંગ બૂથ સુધી કેવી રીતે પહોંચશે એટલું જ નહિ શાંતિપૂર્ણ રીતે મતદાન કેવી રીતે કરી શકશે તે મહત્વનો પ્રશ્ન છે.

એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર બાદ આ વિસ્તારમાં હાથીઓ માટે અનુકુળ વાતાવરણ તૈયાર થયું છે

સરગુજામાં હાથીઓનો આતંકઃ સરગુજા જિલ્લામાં ઉદયપુર, મૈનપાટ અને લુંડ્રા વિસ્તારમાં હાથીઓ બહુ સક્રિય જોવા મળે છે. સૂરજપુર જિલ્લામાં હાથીઓનો સૌથી વધુ આતંક જોવા મળે છે. પ્રતાપપુર અને પ્રેમનગરમાં પણ હાથીઓ બહુ નુકસાન કરે છે. આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનો પાક વધુ પકવે છે. તેથી હાથી આ વિસ્તારમાં આવી ચડે છે અને પાકને નુકસાન પહોંચાડે છે. બલરામપુર જિલ્લાના રામચંદ્રપુર વિસ્તારમાં પણ હાથીઓ આતંક મચાવે છે. ચૂંટણી પંચ આ વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાનો ચલાવે છે પણ તેમની પાસે હાથીના આતંકની સમસ્યાને દૂર કરવાનો કોઈ ઉકેલ નથી. સરગુજા અને રાયગઢની સરહદે મૈનપાટમાં હાથીઓના 13 સમૂહ વિચરણ કરતા હોય છે. આ જિલ્લાના સરભંજા, કેસરા, કંડરાજા, ડાંડકેસરા, બાવપહાડ, પુરંગા વિસ્તારમાં હાથીઓના આતંકથી મતદાનને અસર થઈ શકે છે.

પ્રતાપપુરના ગણેશપુર,ધરમપુર, મદનપુર, ગોટગવા, બંસીપુર વિસ્તારમાં હાથી હંમેશા આવતા હોય છે. બીજા વિસ્તારોમાં હાથી રાત્રે આવે છે જ્યારે આ વિસ્તારોમાં હાથી દિવસે આવીને આતંક મચાવે છે...રવિન્દ્ર ગુપ્તા (સ્થાનિક, પ્રતાપપુર)

અમારા ગામમાં 9 હાથી છે, હાથી ગમે ત્યારે આવી ચડે છે, તેના આવવાનો કોઈ સમય નિર્ધારીત હોતો નથી. હાથીઓના આવી ચડવાથી પાક અને ઘરને નુકસાન થાય છે. હાથી માણસોને જોવે છે અને પટકી દે છે, અત્યાર સુધી હાથી દ્વારા 4 હુમલા કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે હાથી આવી પહોંચશે તો અમે ગાય-ભેંસ સંભાળીશું કે મતદાન કરવા જઈશું...કેદાર યાદવ (સ્થાનિક, બરડાંડ)

વન વિભાગની કામગીરીઃ છત્તીસગઢના આ જિલ્લાઓમાં નાગરિકોને નડતી હાથીના આતંકની સમસ્યા પર વન વિભાગ કાર્ય કરી રહ્યું છે. હાથીઓથી પ્રભાવિત ક્ષેત્રોનું વન વિભાગી ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. તાજેતરમાં ઉદયપુર પાસે હાથીએ આતંક મચાવ્યો હતો. તે મુદ્દે વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગે આ વિસ્તારમાંથી હાથીઓને ખદેડી મુક્યા છે. હવે આ વિસ્તારમાં કોઈ હાથી નથી.

કોરબા અને રાયગઢમાંથી હાથીઓના ટોળા સરગુજા આવી ચઢે છે. જો કે અત્યારે વન વિભાગની ટીમો કાર્યરત છે. હાથીઓના આતંકનો ડર તો છે પણ અમે મતદાતાઓનો વિશ્વાસ કેળવી રહ્યા છીએ તેથી મતદાન પ્રભાવિત નહીં થાય...કુંદન કુમાર(કલેક્ટર, સરગુજા, છત્તીસગઢ)

સરગુજામાં સૌથી વધુ હાથીઃ સરગુજા રેન્જમાં અંદાજિત 115થી 125 હાથીઓ જોવા મળે છે. જે વારંવાર સરહદ ઓળંગતા હોય છે. એલિફન્ટ રિઝર્વ એરિયામાં કુલ 70 હાથીઓ જીવન વિતાવી રહ્યા છે. એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર બાદ આ વિસ્તારમાં હાથીઓ માટે અનુકુળ વાતાવરણ તૈયાર થયું છે. આ વિસ્તારમાં હાથીઓ માટેના ખોરાક અને પાણીની યોગ્ય સગવડ કરવામાં આવી છે.

  1. Elephant Terror in Jharkhand: ઝારખંડના પાંચ જિલ્લામાં ગજરાજનો આતંક, લાગુ કરાઈ કલમ-144
  2. રાંચીમાં હાથીઓનો આતંક, બાઈકને હવામાં ઉછાળતો વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.