- વડાપ્રધાને ટ્વિટ કરીને તૃણમૂલ કોંગ્રેસની જીત બદલ અભિનંદન પાઠવ્યા
- કોરોનાને ડામવા કેન્દ્ર પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય મદદ કરશે: મોદી
- નહિવત હાજરીથી ભાજપની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ભારે જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બદલ મમતા દીદીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે કેન્દ્ર પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય મદદ કરશે.
આ પણ વાંચો: મમતા બેનર્જીને કુંડળી જાહેર કરવાની રાજકીય મજબૂરી: મોહસીન રઝા
ભાજપ જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે: મોદી
વડાપ્રધાન મોદીએ વધુ ટ્વીટ કરીને લખ્યું કે, હું પશ્ચિમ બંગાળની મારી બહેનો અને ભાઈઓનો આભાર માનું છું. જેમણે, અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. અગાઉની નહિવત હાજરીથી ભાજપની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપ જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે. હું ચૂંટણીમાં ઉત્સાહી પ્રયાસો માટે દરેક કાર્યકર્તાના સરાહના કરું છું. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી ચાલી રહી છે. TMCએ અત્યાર સુધીમાં 172 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે, 46 બેઠકો પર આગળ છે. તે જ સમયે, ભાજપે 51 બેઠકો પર વિજય મેળવ્યો છે અને 21 બેઠકો પર આગળ છે.
આ પણ વાંચો: મોદી અને મમતા બેનરજી એક સિક્કાની બે બાજુ છેઃ અસદુદ્દીન ઓવૈસી