ETV Bharat / bharat

Assembly Election 2022: રેલી અને રોડ શૉ પર ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે (Election commission of India) 22 જાન્યુઆરી સુધી મતદાનવાળા રાજ્યોમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મહત્તમ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકાની ક્ષમતા સાથે ઇન્ડોર બેઠકો યોજવાની મંજૂરી આપી છે.

Assembly Election 2022: રેલી અને રોડ શૉ પર ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો પ્રતિબંધ
Assembly Election 2022: રેલી અને રોડ શૉ પર ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો પ્રતિબંધ
author img

By

Published : Jan 15, 2022, 7:14 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona In India)ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે (Election commission of India) ચૂંટણીલક્ષી રાજ્યોમાં રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022)ની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ અને રોડ શો (Election rallies and road shows) પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની મુદત આજે સમાપ્ત થઈ રહી હતી.

મહત્તમ 300 વ્યક્તિઓ સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી

આ સાથે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મહત્તમ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકાની ક્ષમતા સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી (Guidelines for political parties by election commission)આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, તે 22 જાન્યુઆરી પહેલા ચૂંટણી રાજ્યોમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનાં પગલાં લેશે.

આ પણ વાંચો: UP Assembly Election 2022 : યુપીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મુખ્યપ્રધાન યોગી ગોરખપુરથી લડશે ચૂંટણી

દેશમાં ઓમિક્રોનના 6,041 કેસ

ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,68,833 નવા કેસ (Corona Cases In India) સામે આવતાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,68,50,962 થઈ ગઈ છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 6,041 કેસ (Omicron Cases In India) પણ છે. શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા (Corona Update India) અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 402 લોકોના મોત થયા છે.

ઓમિક્રોનના કેસોમાં 5.01 ટકાનો વધારો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારથી ઓમિક્રોનના કેસોમાં 5.01 ટકાનો વધારો થયો છે. દૈનિક ચેપ દર 16.66 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 12.84 ટકા છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022: આ માતા સામે સપા ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસને સમર્થન આપીને રમ્યા મોટો દાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.