- કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે હવે એક અઠવાડિયું બાકી
- રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મતદારોને રિઝવવા માટે કેરળ પહોંચશે
- સબરીમાલા મુદ્દો પણ કેરળની ચૂંટણીમાં કેન્દ્રી સ્થાને રહેશે
તિરુવનંતપુરમ : કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે હવે એક અઠવાડિયું બાકી છે. જે માટે તમામ પક્ષો પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે અને મતદારોને રિઝવવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મતદારોને રિઝવવા માટે કેરળ પહોંચશે.
આ પણ વાંચો - કેરળ વિધાનસભા ચૂંટણી: બે લઘુમતીઓ વચ્ચે ધ્રુવીકરણને કારણે યુડીએફ મુશ્કેલીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મંગળવારના રોજ કેરળની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મંગળવારના રોજ કેરળની મુલાકાત આવશે. આ સમય દરમિયાન બન્ને નેતાઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી મંગળવારે પલક્કડ આવશે અને અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરીને ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. આ સિવાય વડાપ્રધાન મોદી 2 એપ્રીલના રોજ કોની અને તિરુવનંતપુરમ પહોંચશે.
આ પણ વાંચો - કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય
પ્રિયંકા તિરુવનંતપુરમ, કોલ્લમ અને થ્રિસુર જિલ્લામાં ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન મોદી ઉપરાંત આ અઠવાડિયે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ ચૂંટણી પ્રચાર કરવા માટે કેરળ આવશે. આ સાથે પ્રિયંકા ગાંધી પણ મંગળવારના રોજ કેરળ પહોંચશે. તેમને અહીં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે. આ સમય દરમિયાન પ્રિયંકા તિરુવનંતપુરમ, કોલ્લમ અને થ્રિસુર જિલ્લામાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.
આ પણ વાંચો - કેરળ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 92 ઉમેદવારોની યાદી બહાર પાડી
સબરીમાલા મુદ્દો પણ કેરળની ચૂંટણીમાં કેન્દ્રી સ્થાને રહેશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 3 અને 4 એપ્રીલના રોજ વાયનાડ અને કોઝિકોડ જિલ્લામાં પ્રચાર કરવા આવી રહ્યા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે બે વાર કેરળની મુલાકાતે આવ્યા છે. સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, પ્રકાશ કરાત અને બ્રિંદા કરાત કેરળમાં પડાવ કરી રહ્યા છે. માછીમારો, નકલી મતદાન, ફૂડ કીટ અને સોનાની દાણચોરીના મુદ્દાઓ ગયા અઠવાડિયે ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દા હતા. આ સમય દરમિયાન સબરીમાલા મુદ્દો પણ કેરળની ચૂંટણીમાં કેન્દ્રી સ્થાને રહેશે.
આ પણ વાંચો - કેરળ યૂંટણીઃ ભાજપે સબરીમાલા અને લવ જેહાદ પર કાનૂન બનાવવાનો વાયદો કર્યો