- આજથી ખુલશે સબરીમાલા મંદિર
- શ્રદ્ધાળુઓએ બતાવવો પડશે કોરોના રિપોર્ટ
- શ્રદ્ધાળુઓને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ
તિરૂવનંતપુરમઃ કેરળમાં વાર્ષિક-મંડલમ-મકરવિલાક્કુ સીઝન માટે સબરીમલા સ્થિત ભગવાન અય્યપ્પા મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવશે. તીર્થયાત્રીએ છેલ્લા 24 કલાકની અંદર કોવિડ 19 તપાસનો નેગેટિવ રિપોર્ટવાળો પ્રમાણપત્ર સાથે રાખવો પડશે.
શ્રદ્ધાળુઓએ બતાવવો પડશે કોરોના રિપોર્ટ
કોવિડ 19 થી સંક્રમિત કોઇપણ વ્યક્તિને તીર્થયાત્રીની અનુમતિ આપવામાં આવી છે, જે માટે પર્યાપ્ત તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં અંતિમ તૈયારીઓની સમક્ષી કરવા માટે શુક્રવારે અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પ્રદેશ સરકારના મંત્રી કદકમ્પલ્લી સુરેન્દ્રે કહ્યું કે, યાત્રા શરૂ કરવા પહેલા ભક્તોની તપાસ કરવામાં મદદ માટે આધાર શિવિર પમ્પા અને નીલક્કલમાં કોરોના વાઇરસ બૂથ સ્થાપિત કરવામાં આવશે.
તીર્થયાત્રી ભગવાન અય્યપ્પા મંદિર જવા માટે બસની સેવા
આ ઉપરાંત સ્વાસ્થય વિભાગ દ્વારા તિરૂવનંતપુરમ, તિરૂવલ્લા, ચેંગન્નૂર અને કોટ્ટાયમના બધા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો સહિત વિભિન્ન કેન્દ્રો પર એન્ટીજન તપાસની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં તીર્થયાત્રી ભગવાન અય્યપ્પા મંદિર જવા માટે પહોંચી શકશે.
ડિજિટલ કતાર પ્રણાલીથી ભીડને નિયંત્રિત કરાશે
ડિજિટલ કતાર પ્રણાલીથી ભીડને નિયંત્રિત કરવામાં આવશે. સંપૂર્ણ તીર્થયાત્રા આ વખતે ડિજિટલ કતાર પ્રાણાલીના માધ્યમથી થશે, જેથી સામાન્ય રૂપે ભારે ભીડને નિયંત્રિત કરી શકાય. મંદિરમાં દર્શનના સમય સામાજિક દૂરી સુનિશ્ચિત કરવા માટે પગલા લેવામાં આવશે.