મુંબઈ : મહારાષ્ટ્ર કેબિનેટે શનિવારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની મંજૂરી આપી (Shinde cabinet approves proposal) હતી. મહારાષ્ટ્ર સરકારનું વિસ્તરણ કરવાનું બાકી હોવાથી હાલમાં કેબિનેટમાં માત્ર બે સભ્યો છે. આ નિર્ણય અગાઉની ઠાકરે સરકાર દ્વારા લેવામાં આવ્યો (Decision by Thackeray Govt) હતો.
ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નવું નામ : ફેરફાર બાદ ઔરંગાબાદનું નામ 'છત્રપતિ સંભાલજીનગર' (Aurangabad As a Chhatrapati Sambhajinagar) અને ઉસ્માનાબાદનું (Osmanabad as Dharashiv) નામ બદલીને 'ધારાશિવ' કરવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવા માટે સંમત થઈ છે. આ બે શહેરોનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવામાં આવશે.
આ પણ વાંચો : CM શિંદેએ ગામમાં હેલીપેડ બનાવ્યા, હવે વિદ્યાર્થીઓ માટે રોડ પણ બનાવશે: બોમ્બે હાઈકોર્ટ
ઠાકરે સરકારનો હતો નિર્ણય : આ શહેરોના નામ બદલવાનો નિર્ણય 29 જૂનના રોજ તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ભૂતપૂર્વ મહા વિકાસ અઘાડી (MVA) સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ દરમિયાન, એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે, જેમણે 30 જૂને મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ઠાકરેના નેતૃત્વમાં લેવાયેલો નિર્ણય કાયદેસર રીતે ખોટો હતો.
શિંદે કેબિનેટમાં 'છત્રપતિ' ઉમેર્યું : ગયા મહિને ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક દરમિયાન, ઔરંગાબાદનું નામ સંભાલજીનગર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ શિંદે સરકારે શનિવારે આ નામની આગળ છત્રપતિ ઉમેરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાનું બાકી હોવાથી હાલમાં શિંદે અને ફડણવીસ કેબિનેટમાં છે. મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 29 જૂનની કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને નવી સરકારની કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : કેવી રીતે પડી ઉદ્ધવ સરકાર?, એકનાથ શિંદેએ કર્યો મોટો ખુલાસો
ભૂતપૂર્વ સરકાર 29 જૂને પડી હતી : ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં શિંદે જૂથના બળવાને કારણે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બનેલી એમવીએ સરકાર 29 જૂને પડી ગયા પછી મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.