ETV Bharat / bharat

MH News: PM આવાસ યોજના કૌભાંડ મામલે EDની ઔરંગાબાદમાં અનેક સ્થળોએ રેડ, 1 હજાર કરોડના કૌભાંડની શક્યતા - ત્રણ કંપનીઓ સામે કાર્યવાહી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડને લઈને EDએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દરોડા પાડ્યા હતા. આ પ્રોજેક્ટમાં રૂપિયા 1 હજાર કરોડના કૌભાંડ હોવાની શક્યતા છે. જેમાં ત્રણ કંપનીઓએ ટેન્ડર ભરતી વખતે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

છત્રપતિ સંભાજીનગર શહેર
છત્રપતિ સંભાજીનગર શહેર
author img

By

Published : Mar 17, 2023, 8:40 PM IST

ઔરંગાબાદ: ED પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલે EDએ છત્રપતિ સંભાજીનગર શહેરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો છે.

ત્રણ કંપનીઓ સામે કાર્યવાહી: છત્રપતિ સંભાજીનગર મહાનગરપાલિકા વતી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્રણ કંપનીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. કેસનો વ્યાપ વધી રહ્યો હોવાથી ઇડી તપાસ કરશે તેવા સંકેતો મળ્યા હતા. ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિટી ચોક પોલીસમાં ઈ-ટેન્ડર ફાઈલ કરનારા વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને છેતરપિંડી કરી છે.

શા માટે અટક્યો પ્રોજેક્ટ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અપર્ણા થીટેની ફરિયાદ મુજબ, સમર્થ કન્સ્ટ્રક્શન એન્ડ જેવી, ઈન્ડો-ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ અને જગુઆર ગ્લોબલ સર્વિસિસ અને સંબંધિત કંપનીઓએ એક જ કોમ્પ્યુટર દ્વારા ટેન્ડર સબમિટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્ડર કોડના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ત્રણેય કંપનીઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાના કારણે મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. ચાર જગ્યાએ પ્રોજેક્ટના ચાર ટેન્ડર મહાનગરપાલિકા પાસે આવ્યા છે. આમાંથી એક કંપની બંધ થઈ ગઈ હતી. જ્યારે અન્ય ત્રણ કંપનીઓએ ટેન્ડર ભરતી વખતે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો: Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

શું છે મામલો? : શહેરના તીસગાંવ પડેગાંવ હરસુલ સુંદરવાડીમાં ભવ્ય પ્રોજેક્ટ માટે 86 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહાનગરપાલિકાની યોજના હેઠળ 39 હજાર 730 મકાનો બનાવવાના છે. તે માટે માત્ર 7 હજાર મકાનો માટે ટેન્ડર લઈને પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો. પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓની સંખ્યા વધારીને 40 હજાર સુધી પહોંચાડવા માટે વધુ મકાનોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એક પણ મકાન બન્યું ન હતું. જેના કારણે અનેક લોકોના ઘરનું સપનું તૂટી ગયું હતું.

આ પણ વાંચો: Land For Job Scam: જમીન કૌભાંડ મામલે લાલુ યાદવ સહિત 14 આરોપી દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર

1 હજાર કરોડના કૌભાંડની શક્યતા: ઘરકુલ યોજના અંગે આવાસ વિભાગમાં અનેક વખત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી હતી. ત્યારબાદ તપાસ સમિતિએ શંકાસ્પદ કેસમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે એક પેટા સમિતિની રચના કરી હતી. આ કમિટિનો રિપોર્ટ મળ્યા બાદ રાજ્ય સરકારે તુરંત આ પ્રોજેક્ટ રદ કર્યો હતો. જેને ગંભીરતાથી લઈને વડાપ્રધાન કાર્યાલયે પણ કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રોજેક્ટમાં રૂપિયા 1 હજાર કરોડના કૌભાંડની હોવાની શક્યતા હોવાથી ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.