કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મમતા સરકારના એક કેબિનેટ પ્રધાન રથિન ઘોષના ઘર સહિત 13 સ્થળો પર EDએ રેડ કી છે. EDએ આ રેડ નગર પાલિકા ભરતી કૌભાંડ સંદર્ભે પાડી છે. રથિન ઘોષ મમતા સરકારમાં ફૂડ મિનિસ્ટર છે. તેઓ મધ્યમગ્રામ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રથિન ઘોષ નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
-
Enforcement Directorate conducts raids at the residence of West Bengal Food & Supplies Minister and TMC leader Rathin Ghosh. More than 12 premises linked to Ghosh have been covered in the state, including North 24 Parganas District and Kolkata: Sources
— ANI (@ANI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(File photo) pic.twitter.com/N1MkTR75nD
">Enforcement Directorate conducts raids at the residence of West Bengal Food & Supplies Minister and TMC leader Rathin Ghosh. More than 12 premises linked to Ghosh have been covered in the state, including North 24 Parganas District and Kolkata: Sources
— ANI (@ANI) October 5, 2023
(File photo) pic.twitter.com/N1MkTR75nDEnforcement Directorate conducts raids at the residence of West Bengal Food & Supplies Minister and TMC leader Rathin Ghosh. More than 12 premises linked to Ghosh have been covered in the state, including North 24 Parganas District and Kolkata: Sources
— ANI (@ANI) October 5, 2023
(File photo) pic.twitter.com/N1MkTR75nD
નગર પાલિકા ભરતી કૌભાંડઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ ED કરી રહ્યું હતું. આ સમયે EDને કેટલાક પુરાવા નગર પાલિકામાં ભરતી કૌભાંડના મળી આવ્યા હતા. જેમાં EDને જાણવા મળ્યું કે નગર પાલિકા ભરતીમાં બહુ મોટો ગોટાળો કરવામાં આવ્યો છે. ED અનુસાર પૈસાના બદલે પોસ્ટિંગ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા છે. આ કૌભાંડની તપાસ માટે કોલકાતા હાઈ કોર્ટે CBIને આદેશ પણ કર્યા છે. જ્યારે રાજ્ય સરકારે હાઈ કોર્ટના આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દીધી હતી.
ડીએમકે સાંસદ પર IT રેડઃ તમિલનાડુ ડીએમકે સાંસદ એસ. જગતરક્ષકનના ત્યાં પણ સવારથી ઈન્કમટેક્સ વિભાગે રેડ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ED દ્વારા દેશભરમાં અનેક ઠેકાણે રેડ કરવામાં આવી રહી છે. ડીએમકે સાંસદ પર કરચોરીનો આરોપ છે. બુધવારે EDએ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહના ઘરે રેડ કરી હતી. તેમની 10 કલાકની પુછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના સમર્થકોએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા.
પ.બંગાળમાં અનેક સ્થળે રેડઃ હાલમાં મળેલી જાણકારી અનુસાર ED મમતા સરકારના ફૂડ મિનિસ્ટરના ઘર સહિત 13 સ્થળો પર રેડ કરી રહી છે. જો કે આ મુદ્દે રાજ્ય સરકારનું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.