ETV Bharat / bharat

Delhi Liquor Scam: EDએ ફાઇલ કરી ત્રીજી ચાર્જશીટ, મનીષ સિસોદિયાનું નામ નહિ - રાઉઝ એવન્યુ કોર્ટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ત્રણ આરોપીઓના નામ સામેલ છે, જેમની ફેબ્રુઆરીમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં રાજેશ જોશી, રાઘવ મગુંતા અને ગૌતમ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં પણ મનીષ સિસોદિયાનું નામ નથી.

xcise policy case
xcise policy case
author img

By

Published : Apr 6, 2023, 5:37 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડમાં ત્રણ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ED તરફથી આ ત્રીજી ચાર્જશીટ છે. જેમાં રાજેશ જોશી, રાઘવ મગુંટા અને ગૌતમ મલ્હોત્રાના નામ સામેલ છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની સુનાવણી 14 એપ્રિલે થશે.

  • Supplementary Prosecution Complaint filed by Enforcement Directorate against Raghav Magunta, Rajesh Joshi, Gautam Malhotra and related firms in Delhi excise policy case. The Court fixed 14th April for consideration of the complaint.

    — ANI (@ANI) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

EDએ ફાઇલ કરી ત્રીજી ચાર્જશીટ: સામે આવેલી માહિતી પ્રમાણે આ ચાર્જશીટમાં પણ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ નથી. જો કે તપાસ એજન્સીએ તેને ક્લીનચીટ આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ કેટલાક મોટા નેતાઓની પૂછપરછ કરવાની બાકી છે. EDને કેટલાક પુરાવા મળ્યા છે, જેના પછી સિસોદિયાનું નામ ચાર્જશીટમાં સામેલ થઈ શકે છે. કોર્ટમાં પણ બુધવારે જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઇડીએ આ તરફ ધ્યાન દોર્યું હતું.

આ પણ વાંચો: Money Laundring Case : દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી

સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા: દિલ્હી દારૂ કૌભાંડમાં સીબીઆઈએ સિસોદિયાને આરોપી નંબર વન એટલે કે મુખ્ય આરોપી બનાવ્યા છે. જેમ જેમ સીબીઆઈની તપાસ આગળ વધી અને મની લોન્ડરિંગનો મામલો જોડાયો, ઈડીએ પણ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. ED આ પહેલા પણ બે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે, ટૂંક સમયમાં ચોથી ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. ઇડીએ કોર્ટને જણાવ્યું કે ગૌતમ મલ્હોત્રાની 7 ફેબ્રુઆરીએ, રાજેશ જોશીની 8 ફેબ્રુઆરીએ અને રાઘવ મગુંટાની 10 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: TOP 10 Parties Of the World : ભાજપ પછી વિશ્વના 10 સૌથી મોટા રાજકીય પક્ષો પર એક નજર

તેલંગાણાના સીએમની પુત્રીની પૂછપરછ: EDએ તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ બે વખત પૂછપરછ કરી છે. આ કૌભાંડમાં દક્ષિણ લોબીનો હાથ હોવાનું માનવામાં આવે છે. કવિતા પણ તપાસ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, પરંતુ કોર્ટે હાલ પૂરતું તપાસ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.