નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ EDએ તેમના ત્રણ સહયોગીઓને તપાસમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યું છે. તપાસ એજન્સીએ વિવેક ત્યાગી, સર્વેશ મિશ્રા અને કંવરબીર સિંહને સમન્સ પાઠવ્યા છે. સર્વેશ મિશ્રા શુક્રવારે ED સમક્ષ હાજર થઈ શકે છે. ED આ ત્રણ લોકોને સંજય સિંહ સાથે રૂબરૂ કરાવશે. જે 10 ઓક્ટોબર સુધી EDના રિમાન્ડ પર છે.
EDનો દાવો: સંજય સિંહના કહેવા પર સર્વેશે તેમના ઘરે બે વખત રૂપિયા 2 કરોડ મોકલ્યાં હતાં. સંજય સિંહના પીએ વિવેક ત્યાગીને અમિત અરોડાની કંપની અરાલિયાસ હોસ્પિટાલિટીમાં વ્યાવસાયિક ભાગીદારી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ED દ્વારા આ વાતચીતની રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
કપિલ મિશ્રાનો આપને ટોણો: દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ કપિલ મિશ્રાનું કહેવું છે કે, આમ આદમી પાર્ટીએ જણાવવું જોઈએ કે સંજય સિંહના આસિસ્ટન્ટ વિવેક ત્યાગી, દિલ્હીના શરાબ માફિયાની કંપનીનો ભાગીદાર કેવી રીતે બન્યો? તેમનું કહેવું છે કે વિવેક ત્યાગી જ એ વ્યક્તિ છે જેને શરાબ બનાવનારી કંપનીમાં પાર્ટનર બનાવવાની સંજય સિંહે શરત મુકી હતી. સંજય સિંહની ધરપકડ બાદ તેમને ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે EDને પૂછ્યું: રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી દરમિયાન જજે EDને પૂછ્યું કે જ્યારે તમારી પાસે સંજય સિંહ વિરુદ્ધ મજબૂત પુરાવા હતાં તો, પછી તેમની ધરપકડ કરવામાં આટલો સમય કેમ લાગ્યો? જસ્ટિસ એમકે નાગપાલે એમ પણ પૂછ્યું હતું કે તમે જે પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છો, તે ઘણો જૂનો મામલો છે. તો પછી ધરપકડમાં આટલો વિલંબ શા માટે?
સંજય સિંહ 5 દિવસના રિમાન્ડ પર: ત્યાર બાદ EDએ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કોર્ટે EDને સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા. EDનું કહેવું છે કે આ કેસમાં હજી નિવેદનો નોંધવામાં આવ્યા છે. દિનેશ અરોડાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેણે સંજય સિંહના ઘરે 2 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત ઈન્ડો સ્પિરિટની ઓફિસ માંથી પણ 1 કરોડ રૂપિયા લઈને સંજય સિંહના ઘરે પહોંચાડવામાં આવ્યાં હતા. ઇડીએ કોર્ટને જણાવ્યું કે દિનેશ અરોડાએ કહ્યું કે સંજય સિંહ પ્રભાવશાળી વ્યક્તિ છે, તેથી પહેલાં તેમનું જ લેવામાં આવ્યું ન્હોતું. વિજય નાયરે તેમને ધમકી પણ આપી હતી, હજી વઘુ બે લોકો છે જેનું નામ તેમણે લીધું નથી.
આ પણ વાંચો
Satyendar Jain: મની લોન્ડરિંગ કેસમાં આરોપી સત્યેન્દ્ર જૈને ED પાસે માંગ્યા દસ્તાવેજો