- ઈડીએ રાજ્ય ક્રિકેટ સંધમાં થયેલા 13 કરોડ રુપિયાના ગોટાળા
- પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા સહિત અનેક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
- અબ્દુલ્લા પર મની લોન્ડરિંગ મામલે તપાસ શરુ
શ્રીનગર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ (JKCA) Jammu and Kashmir Cricket Association મની લોન્ડરિંગ મામલે પીએમએલએ હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફેન્સના નેતા ફારુક અબ્દુલ્લાની 11.86 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે.સંપત્તિમાં ત્રણ રહેણાંક મકાનો સામેલ છે. તેમનું શ્રીનગર સ્થિત ગુપકાર રોડ વાળું ઘર પણ સામેલ છે.
આ મામલો (JKCA) 2001 થી 2011 સુધી મળેલા ફંડનો ગેરઉપયોગ કર્યો છે. જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રાજ્યમાં રમતને આગળ વધારવા માટે આપ્યા હતા.ઈડીની તપાસ બાદ ખુલાસો થયો કે નાણાકીય વર્ષ 2005-2006 થી 2011 થી 2012 સુધી (JKCA)ને બીસીસીઆઈ તરફથી 94.06 કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા. પહેલાથી જ અબ્દુલ્લાની સીબીઆઈએ 2018માં પુછપરછ કરી હતી. સીબીઆઈએ અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
ત્યારબાદ ઈડીએ પણ અબ્દુલ્લા પર મની લોન્ડરિંગ મામલે તપાસ શરુ કરી હતી. ઈડીએ રાજ્ય ક્રિકેટ સંધમાં થયેલા 13 કરોડ રુપિયાના ગોટાળા મામલે અબ્દુલ્લાની કેટલીક વખત પુછપરછ કરી ચુકી છે.(JKCA)ના ફંડથી 43.69 કરોડ રુપિયાની હેરાફેરી અને ગુનાહિત કાવતરા માટે સીબીઆઈએ પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા સહિત અનેક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.આ ફંડ (JKCA)ના ત્રણ અલગ અલગ બેન્ક ખાતા દ્વારા લેવામાં આવી છે. જેના માટે (JKCA)ના નામ પર કેટલાક ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં ફંડને સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતુ. આવી જ રીતે અન્ય બેન્ક ખાતાઓના ઉપયોગ બાદ (JKCA)ના પૈસા મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યું હતુ.
અબ્દુલ્લા સિવાય એફઆરઆઈમાં (JKCA)ના મહાસચિવ સલીમ ખાન, ખજાનચી મોહમ્મદ અહસાન મિર્જા અને જમ્મુ કાશ્મીર બેન્કના કાર્યકારી બશીર અહમદ મનશીરના નામ સામેલ છે. આ લોકો પર કૌંભાડ રચવાનો આરોપ છે.