હૈદરાબાદઃ અર્થશાસ્ત્રી અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય અભિજીત સેનનું નિધન (Abhijit Sen passed away) થયું છે. સેનને ગ્રામીણ અર્થતંત્રના અગ્રણી નિષ્ણાતોમાંના એક (A leading expert on rural economy abhijit sen) ગણવામાં આવતા હતા. સોમવારે મોડી રાત્રે 72 વર્ષની વયે તેમનું અવસાન થયું. આ માહિતી તેમના ભાઈએ આપી હતી. ચાર દાયકાથી વધુની તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યાપન કર્યું છે. અભિજીતના ભાઈ ડૉ. પ્રણવ સેને જણાવ્યું હતું કે, લગભગ રાત્રે 11 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો. અભિજિતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્ય હતા, પરંતુ અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચોઃગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ, લુઈ વિટનના વડાને છોડ્યાં પાછળ
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડીઃ ચાર વર્ષથી વધુની કારકિર્દીમાં, અભિજીતે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. આ ઉપરાંત, તેમણે કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનના અધ્યક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ સરકારી હોદ્દા પણ સંભાળ્યા હતા. જણાવી દઈએ કે મનમોહન સિંહ સરકાર દરમિયાન અભિજીત 2004 થી 2014 સુધી પ્લાનિંગ કમિશનના સભ્ય હતા. તેમનો જન્મ નવી દિલ્હીમાં રહેતા બંગાળી પરિવારમાં થયો હતો. તેઓ ફિઝિક્સ ઓનર્સ ડિગ્રી માટે સરદાર પટેલ વિદ્યાલય અને પછી સેન્ટ સ્ટીફન્સ કોલેજ ગયા. તેમણે 1981 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું, જ્યાં તેઓ ટ્રિનિટી હોલના સભ્ય હતા.