ETV Bharat / bharat

Economic Survey 2022 : નાણાકીય વર્ષ 2023માં વિકાસ દર 8થી 8.50 ટકા રહેવા અનુમાન, જાણો મહત્ત્વની બાબતો - Budget Session 2022

સંસદના બજેટ સત્રના પ્રારંભે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક સમીક્ષા (Economic Survey 2022) રજૂ કરી દીધો છે. જેમાં આગામી વર્ષ માટે ગ્રોથ રેટ સહિતની મહત્ત્વની બાબતો સામે આવી છે.

Economic Survey 2022 : નાણાકીય વર્ષ 2023માં વિકાસ દર 8થી 8.50 ટકા રહેવા અનુમાન, જાણો મહત્ત્વની બાબતો

author img

By

Published : Jan 31, 2022, 2:02 PM IST

નવી દિલ્હી- સંસદના બજેટ સત્રના પહેલા દિવસે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને સંસદમાં આર્થિક સમીક્ષા (Economic Survey 2022) અહેવાલ રજૂ કર્યો છે. સમીક્ષામાં ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટ 9.2 ટકા (India GDP to be 8 to 8.50 Percent in FY 2023 ) રહેવાનું અનુમાન રજૂ કરાયું છે. આગામી નાણાંકીય વર્ષ 2023 માટે કહેવાયું છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી હોવા છતાં ગ્રોથ રેટ 8થી 8.5 ટકાની વચ્ચે રહી શકે છે.

નેગેટિવ અસર નહીં

સંસદના પટલ (Economic Survey in Parliament 2022 ) પર નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitaraman) મૂકેલા સર્વેમાં (Economic Survey 2022) કહેવાયું છે કે મહામારીથી આવનાર સમયમાં અર્થવ્યવસ્થા પર કોઈ નેગેટિવ અસર જોવા મળશે નહીં. તેવી શકયતાને જોતાં ચાલુ અને આગામી વર્ષ માટે ગ્રોથ રેટનું અનુમાન આંકવામાં આવ્યું છે. મોટા પાયે વેક્સિનનું કવરેજ, સપ્લાય સાથે જોડાયેલા સુધારાથી ફાયદા, નિયમોમાં ઢીલ આપવમાં આવી, નિકાસમાં વૃદ્ધિ અને મૂડીગત ખર્ચમાં વધારો થતાં ગ્રોથને મજબૂતી મળશે.

ચીફ ઈકોનોમીક એડવાઈઝર બાદમાં આપશે વધુ માહિતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( President Ramnath Kovind )ના અભિભાષણ પછી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ હતી. તે પછી નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં આર્થિક સર્વે (Economic Survey 2022) રજૂ કર્યો હતો. ચીફ ઈકોનોમીક એડવાઈઝર વી. અનંત નાગેશ્વરન સાંજે આર્થિક સમીક્ષાને લઈને મીડિયાને સંબોધન કરશે.

સર્વે રજૂ થયાં બાદ લોકસભા સ્થગિત

લોકસભાની કાર્યવાહી આર્થિક સમીક્ષા (Economic Survey in Parliament 2022 ) રજૂ થયા પછી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે લોકસભા કાલે પહેલી ફેબ્રુઆરીને મંગળવારે સવારે 11 વાગ્યે મળશે. હવે પછી રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યે શરૂ થશે. આર્થિક સર્વે (Economic Survey 2022) સંસદના ઉપલા ગૃહમાં રાખવામાં આવશે. રાજ્યસભામાં રજૂ થયા પછી સમીક્ષા 3.30 વાગ્યે કેન્દ્રીય બજેટના પોર્ટલ પર અને એપ પર ઉપલબ્ધ કરાશે. આ વખતનો આર્થિક સર્વે એક જ ભાગમાં છે. આની પહેલા આર્થિક સર્વે બે વોલ્યુમમાં રજૂ થતાં હતાં.

સીઈએનું પદ ખાલી

ડિસેમ્બરમાં સીઈએનું પદ ખાલી હોવાને કારણે આ વખતે આર્થિક સર્વે એક જ વોલ્યુમમાં તૈયાર કરાયું છે. પૂૂર્વ સીઈએ કેવી સુબ્રમણ્યમે ડિસેમ્બર 2021માં 3 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. તે પછી તેઓ એકેડેમિડક લાઈનમાં પરત ફર્યા હતા. સરકારે સીઈએ પદ માટે વીતેલા સપ્તાહના શુક્રવારે જ વી અનંત નાગેશ્વરનના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. આ આર્થિક સર્વે (Economic Survey 2022)તૈયાર કરવાનું કામ કેવી સુબ્રમણ્યમના કાર્યકાળમાં જ શરૂ થઈ ગયું હતું. પછી સીઈએ પદ ખાલી રહ્યું હોવાથી તેના પ્રિન્સિપાલ ઈકોનોમિક એડવાઈઝર સંજીવ સાન્યાલની આગેવાનીમાં સર્વે તૈયાર કરાયો છે.

આ પણ વાંચોઃ Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા?

ખેતીવાડી સેક્ટરનો ગ્રોથ વધશે

સર્વેમાં કહેવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એગ્રી સેકટરનો ગ્રોથ 3.9 ટકા રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ 11.8 ટકા રહેશે. તેમાં એમ પણ કહેવાયું છે કે નાણાકીય વર્ષમાં નવેમ્બર સુધી આઈપીઓ દ્વારા 89,000 કરોડ રૂપિયાથી વધારે મેળવ્યા છે.

મોંઘવારી કાબૂમાં હોવાનો દાવો

આ સર્વેમાં મોંઘવારી દર કાબૂમાં રહેવાની આશા દર્શાવી છે. તે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. જો મોંઘવારી દર કાબૂમાં રહેશે તો રીઝ્રવ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારવા માટે પ્રેશર નહી આવે. તેનાથી લોન મોંઘી નહીં થાય.

આ પણ વાંચોઃ Budget Session 2022: બન્ને ગૃહોમાં હોબાળો થવાની સંભાવના, સરકારને ઘેરવાની તૈયારી

ચેલેન્જનો સામનો કરી શકીશું

આર્થિક સર્વેમાં કહેવાયું છે કે ઈકોનોમીના તમામ ઈન્ડિકેટર્સ દર્શાવી રહ્યા છે કે અર્થવ્યવસ્થાના પડકારોના સામનો કરવા માટે મજબૂત સ્થિતિમાં છે. તેનાથી એગ્રીકલ્ચરલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથને સપોર્ટ મળશે. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં ઈકોનોમીની ગતિ ઝડપી બની હતી. તે કોરોનાના પહેલાના સ્તર પર આવવામાં સફળતા મળી હતી.

બજેટ સત્રના પ્રારંભે જ જોકે સર્વેમાં સાફ કહેવાયું છે તે આ તમામ અનુમાન આ વાત પર નિર્ભર છે કે કોરોનાને લઈને શું સ્થિતિ રહે છે. તે ઉપરાંત ચોમાસુ પણ સામાન્ય રહ્યું છે, અને આગામી વર્ષે પણ સામાન્ય રહેવાની ધારણા છે. તેનાથી ક્રૂડ ઓઈલની વૈશ્વિક બજારમાં કીમત 70-75 ડૉલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.