ETV Bharat / bharat

ભારત-ચીન વચ્ચે આજે લશ્કરી વાતચીતનો 16મો રાઉન્ડ, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

author img

By

Published : Jul 17, 2022, 11:26 AM IST

ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાતચીતનો 16મો રાઉન્ડ આજે (રવિવાર) શરૂ થયો (India China 16th round of military talks) છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના સ્ટેન્ડઓફના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા પર ચર્ચા કરવામાં આવશે.

ભારત ચીન વચ્ચે આજે લશ્કરી વાતચીતનો 16મો રાઉન્ડ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના સ્ટેન્ડઓફના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવાના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાતચીતનો 16મો રાઉન્ડ શરૂ થયો (India China 16th round of military talks) છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક પ્રદેશમાં LACના ભારતીય બાજુએ ચોશુલ મોલ્ડો બેઠક સ્થળ પર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે 11 માર્ચના રોજ વાતચીત થઈ હતી. વાતચીતના નવા તબક્કામાં, ભારત બાકીના તમામ સ્થળોએથી સૈનિકો વહેલી તકે પાછી ખેંચી લેવાનો આગ્રહ રાખી શકે છે, જ્યાં હજુ પણ મડાગાંઠ છે. આ ઉપરાંત, તે ડેપસાંગ બલ્જ અને ડેમચોકના (People Liberation Army of China ) પ્રશ્નોના નિરાકરણ માટે પણ આગ્રહ કરી શકે છે. (East Ladakh standoff)

આ પણ વાંચો : USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને લઈ ભારત માટે રાહતના વાવડ

પડતર મુદ્દાઓ પર ચર્ચા : વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીએ 7 જુલાઈના રોજ બાલીમાં પૂર્વી લદ્દાખની સ્થિતિ પર વાતચીત કરી હતી. G20 વિદેશ પ્રધાનોની બેઠકની બાજુમાં એક કલાક લાંબી બેઠકમાં, જયશંકરે વાંગને પૂર્વી લદ્દાખમાં તમામ પડતર મુદ્દાઓને વહેલામાં વહેલી તકે ઉકેલવાની જરૂરિયાત જણાવી હતી. બેઠક બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ પ્રધાને સ્ટેન્ડઓફના કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લેવાનો (Withdraw troops From LAC ) ઉલ્લેખ કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાકીના તમામ વિસ્તારોમાંથી સંપૂર્ણ ખસી જવા માટે આ ગતિ જાળવી રાખવી જરૂરી છે. સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા તે જરૂરી છે.

આ પણ વાંચો : ભારતે ચીનને આપ્યો મજબૂત 'સંદેશ', લેહમાં રાફેલ તૈનાત

LAC પર 50,000થી વધુ સૈનિકો : જયશંકરે દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવાના મહત્વ અને અગાઉની વાતચીત દરમિયાન બન્ને પ્રધાનો વચ્ચે થયેલી સમજૂતીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. નોંધનીય છે કે, ભારત અને ચીનના સશસ્ત્ર દળોએ મે 2020 થી પૂર્વ લદ્દાખમાં સરહદ પર તણાવપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. પૂર્વ લદ્દાખ વિવાદમાં ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા માટે ભારત અને ચીને અત્યાર સુધીમાં સૈન્ય અને રાજદ્વારી વાતચીતના અનેક રાઉન્ડ યોજ્યા છે. બન્ને પક્ષો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય વાતચીતના પરિણામે કેટલાક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચાયા છે. હાલમાં બન્ને દેશોના LAC પર લગભગ 50,000 થી 60,000 સૈનિકો સંવેદનશીલ સેક્ટરમાં તૈનાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.