ભુવનેશ્વર : દેશની દોડવીર દુતી ચંદે મહિલા પોલીસ સ્ટેશનમાં એક વેબ ચેનલના પ્રધાન સંપાદક સમેત 2 લોકો વિરદ્ધ અશ્લિલ સામગ્રી પ્રકાશિત કરવા અને તેણે બદનામ કરવાની કોશિશ માટે ફરિયાદ નોંધાવી હતી.
પોતાની ફરિયાદમાં દુતિ ચંદએ આક્ષેપ લગાવ્યો હતો કે, ફોક્સ પ્લસ ઓડિસા ચેનલના પ્રધાન સંપાદક સુધાંસુ શેખર રાઉત અને અન્ય પ્રદિત પ્રધાને અશ્લિલ સમાગ્રી પ્રકાશિત કરી છે. ભુવનેશ્વર મહિલા પોલીસ સ્ટેશને કલમ 292 (2) , 354(A), 385, 506, 509,120(B) તથા IPCની કલમ 6 મહિલાઓનું અશ્લિલ પ્રતિનિધિત્વ અધિનીયમ , 1986 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.