ETV Bharat / bharat

Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ, શસ્ત્રપૂજા સહિતના શુભ મુહૂર્તો જાણો - દેવી દુર્ગા

દશેરાનો (Dussera) તહેવાર હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે આ દિવસે અહંકારી રાવણનો વધ કર્યો હતો.

Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ

author img

By

Published : Oct 14, 2021, 5:15 PM IST

  • વિજયા દશમી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે
  • દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો આ દિવસે કર્યો હતો વધુ
  • અશુભ પર શુભ શક્તિના વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે દશેરા

એક અન્ય દંતકથા અનુસાર ત્રિદેવો સહિત તમામ દેવોએ તેમની શક્તિઓથી દેવી દુર્ગાની (Devi Durga) ઉત્પત્તિ કરી હતી. આ પછી દેવીએ ખૂબ જ શક્તિશાળી રાક્ષસ રાજા મહિષાસુરનો (Mahishasur) વધ કર્યો અને સમગ્ર વિશ્વને તેના આતંકથી મુક્ત કર્યું. મા દુર્ગાના આ વિજયને (Dussera) વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

આ તહેવાર અનિષ્ટ પર સારપની જીત અને અસત્ય પર સત્યની જીતનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે.

દશેરા પર કરવામાં આવે છે વિશેષ પૂજા

દુશ્મનો પર વિજયની પ્રાપ્ત કરવા માટે આ દિવસે (Dussera) શસ્ત્રપૂજાનું વિશેષ મહત્ત્વ છે. પહેલાંના જમાનાની જેમ આજે પણ શસ્ત્રો, મશીનો, કારખાનાઓ વગેરેની પૂજા કરવાની પરંપરા છે અને દેશના તમામ રજવાડાંઓ અને સરકારી શસ્ત્રાગારમાં આજે પણ શસ્ત્ર પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્ર પૂજનની સાથે અપરાજિતા અને શમી વૃક્ષની પૂજાનું પણ મહત્વ છે.

જોકે દશેરાના (Dussera) દિવસે સમગ્ર દશમી તિથિને શુભ માનવામાં આવે છે, પરંતુ શસ્ત્ર, અપરાજિતા, શમી પૂજા માટે વિજય મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલા કાર્યમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થાય છે. વિજયાદશમી પર વિજય મુહૂર્ત બપોરે 02:09થી બપોરે 02:53 સુધી છે. આ સમય દરમિયાન આપની પાસેના શસ્ત્રો વગેરેની પૂજા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ
Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ

દશેરાના રીતિરિવાજ અને માન્યતાઓ

દશેરાના (Dussera)દિવસે સાંજે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાંનું દહન (Ravan Dahan)કરવામાં આવે છે. 10 દિવસ સુધી ભજવાતી રામલીલાઓ રાવણના દહન સાથે સમાપ્ત થાય છે. દર વર્ષે દશેરાના દિવસે રાવણના પૂતળાંનું દહન એટલા માટે કરવામાં આવે છે કે વ્યક્તિ પોતાની બુરાઈઓનો નાશ કરે અને પોતાનામાં સારી ટેવો અને વર્તન કેળવે. સાથે એે યાદ રાખવું જોઈએ કે વિજય હંમેશા સત્યનો થાય છે, ભલાઈનો થાય છે. જેઓ નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરે છે તેઓે દશેરાના દિવસે વિસર્જન કરે છે.

દશેરાના (Dussera) દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. દશેરા પર તેનો દેખાવ સારા સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે.

પાન ખાવાનું અને ચડાવવાનું મહત્ત્વ

દશેરાના (Dussera) દિવસે પાન ખાવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શ્રીરામ ભક્ત હનુમાનને પાન ચડાવવાથી મનોકામનાઓ પૂરી થાય છે.

આ પણ વાંચોઃ ન્યાયના દેવતા શનિગ્રહ પોતાની રાશિ મકરમાં થયા માર્ગી, જાણો કઇ રાશિ પર શું થશે અસર

આ પણ વાંચોઃ Venus transit: ગ્રહગોચરમાં શુક્ર રાશિ પરિવર્તનની 12 રાશિઓ પર જાણો અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.