ETV Bharat / bharat

2019ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનું ટ્વિટર કેમ્પેઈન રાષ્ટ્રવાદ,સંસ્કૃતિ અને રાજનૈતિક ગઠબંધન પર આધારિત: સંશોધન - 2019ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનું ટ્વિટર કેમ્પેઈન

અમેરિકાની 'ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન રિસર્ચ જર્નલ' દ્વારા ભારતની 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજનેતાઓ દ્વારા ટ્વિટરના ઉપયોગ પર કેન્દ્રિત એક સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અંગે મુખ્ય સંશોધક અભિજીત મજૂમદારે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય એ વાત જાણવાનો હતો કે, ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ફાળવવામાં આવેલા 74 દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દ્વારા ટ્વિટરનો ઉપયોગ કઈ રીતે કરાયો હતો.

2019ની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીનું ટ્વિટર કેમ્પેઈન રાષ્ટ્રવાદ,સંસ્કૃતિ અને રાજનૈતિક ગઠબંધન પર આધારિત

author img

By

Published : Sep 10, 2021, 7:01 PM IST

  • ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન રિસર્ચ જર્નલ દ્વારા કરાયું સંશોધન
  • વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીના ટ્વિટ્સનું કરાયું એનાલિસિસ
  • લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ટ્વિટરના ઉપયોગ અંગે કરાયું સંશોધન

વોશિંગ્ટન: એક NRI પ્રોફેસરના નેતૃત્વમાં કરાયેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાનમાં મધ્યમ વર્ગને આકર્ષિત કરવા માટે અને ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે રાષ્ટ્રવાદથી ભરપૂર પૂર્ણ સાંસ્કૃતિક રીતે મજબૂત ભારતને ચિત્રિત કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો.

એનવિવો ટેક્નિકથી કરાયું હતું સંશોધન

ત્રણ શોધકર્તાઓ દ્વારા હાથ ધરાયેલા આ અધ્યયનનું શીર્ષક 'ટ્વિટીંગ ટૂ વિન: એનાલિસિસ ઓફ સોશિયલ મીડિયા યૂઝ ઈન ઈન્ડિયાઝ 2019 નેશનલ ઈલેક્શન' છે. એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યા મુજબ અધ્યયનમાં બન્ને નેતાઓ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીના ટ્વિટને શામેલ કરવામાં આવ્યા હતા અને 'એનવિવો' ટેક્નિકનો ઉપયોગ કરીને બન્નેની ટ્વિટનું માત્રાત્મક અને ગુણાત્મક ચકાસણી કરવામાં આવી હતી.

સંશોધનના મુખ્ય તારણો:

  • સંશોધનમાં જાણવા મળ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મોટા ભાગની ટ્વિટ (41 ટકા) દેશભરમાં ભાજપની ચૂંટણી રેલીઓ અને કાર્યક્રમો અંગે જાણકારી આપવા માટે કર્યો હતો. જ્યારે 17 ટકા ટ્વિટ રાજનૈતિક વિરોધીઓ અને તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ પર નિશાનો સાધવા માટે કર્યો હતો.
  • વડાપ્રધાન મોદીએ પોતાની ટ્વિટ્સમાં રાષ્ટ્રવાદ પર પણ જોર આપ્યો હતો. મજૂમદારે કહ્યું કે, તેમના લગભગ 13 ટકા ટ્વિટમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. આ ટ્વિટ્સમાં પણ તેમણે ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક્સનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળ્યો હતો.
  • શોધકર્તાઓએ નોંધ્યું હતું કે, વડાપ્રધાન મોદી દિવસ દરમિયાન 10થી વધુ ટ્વિટ કરતા હતા. જે સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ હોવાનો ઈશારો કરે છે.

ટ્વિટર પર 'વિકાસ' ભૂલાયો

સંશોધનમાં જણાવ્યા મુજબ, બન્ને રાજનેતાઓએ અનેક મુદ્દાઓને લઈને ટ્વિટ કર્યા હતા. જોકે, તેમણે ગ્રામીણ ગરીબોના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ માત્ર 3 ટકા અને રાહુલ ગાંધીએ માત્ર 5 ટકા ટ્વિટ 'વિકાસ' સંબંધિત મુદ્દાઓને લઈને કર્યું હતું. મુખ્ય સંશોધનકર્તા મજૂમદારના જણાવ્યા પ્રમાણે, ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય ઈન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે જ આ મુદ્દાઓનો સમાવેશ કરાયો નથી.

વડાપ્રધાનની ટ્વિટ્સનો સાર-'બધુ ઠીક છે', રાહુલ ગાંધીના ટ્વિટ્સનો સાર- 'કશું ઠીક નથી'

સંશોધન અનુસાર, સંખ્યાના આધારે તપાસ કરતા શોધકર્તાઓને કુલ 3 પ્રમુખ તથ્યો અંગે જાણકારી મળી. જેમાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી કરતા વધારે ટ્વિટ્સ કર્યા હતા. તેમના વિષયોમાં રાષ્ટ્રવાદ, સંસ્કૃતિ અને રાજનૈતિક ગઠબંધનનો સમાવેશ થતો હતો. અર્થાત તેઓ પોતાના ટ્વિટ્સમાં એમ જણાવવા માંગતા હતા કે, બધું જ ઠીક છે. જ્યારે રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની નિરાશાજનક સ્થિતિ જણાવીને કશું ઠીક ન હોવાનું જણાવવાની કોશિશ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.