ETV Bharat / bharat

ડુમકામાં ફરી આદિવાસી યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી - Kathikund Police Station Head Officer

દુમકામાં ફરી એકવાર ઝાડ પર આદિવાસી યુવતીની લટકતી (girl was found hanging from a tree) લાશ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી પાંચ દિવસથી ગુમ હતી. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો.

ડુમકામાં ફરી આદિવાસી યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી

author img

By

Published : Oct 12, 2022, 4:11 PM IST

ઝારખંડમાં આવેલ દુમકા જિલ્લાના બડતલ્લા ગામમાં ધોરણ 10ના વિદ્યાર્થીની લાશ ઝાડ પર લટકતી (girl was found hanging from a tree) મળી આવી છે. બે વિદ્યાર્થિનીને પેટ્રોલ નાખી જીવતી સળગાવી દેવાની અને આદિવાસી યુવતીની બળાત્કાર બાદ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની છેલ્લા દોઢ માસ દરમિયાન જિલ્લામાં આ ચોથી ઘટના છે. ઝાડ પર લટકતી આદિવાસી યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

ગ્રામજનોએ હોબાળો મૃતક યુવતી કાઠીકુંડ પોલીસ સ્ટેશન (Kathikund Police Station) વિસ્તારના અમગાચી ગામનો રહેવાસી હતી. બડતલ્લા ગામની બહાર ઝાડ પર લટકતી લાશ જોઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે પછી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

યુવતી પાંચ દિવસથી ગાયબ મૃતક ધોરણ 10ની વિદ્યાર્થીની હતી. તે અમગાચીની રહેવાસી હતી. થોડા દિવસો પહેલા તે બડતલ્લા ગામે તેના મોટા પિતાના ઘરે આવી હતી. પાંચ દિવસ પહેલા તે ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહ્યી હતી. કાઠીકુંડ પોલીસ સ્ટેશન હેડ ઓફિસર શ્યામલ કુમાર મંડલે જણાવ્યું કે મંગળવારે સાંજે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની જાણ કરી હતી. જે બાદ બુધવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં વ્યસ્ત મૃતકનું શરીર સંપૂર્ણપણે સડી ગયું હતું અને ખૂબ જ દુર્ગંધ આવે છે. જેના પરથી જાણવા મળે છે કે વિદ્યાર્થીનું ઘણા દિવસો પહેલા મૃત્યુ થયું છે. એસએચઓ શ્યામલ કુમાર મંડલે જણાવ્યું કે તેઓ પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છે, તેમજ અન્ય રીતે પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ જ કહી શકાશે કે મામલો શું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.