ETV Bharat / bharat

ભોપાલમાં કોરોનાના કેસ વધતા 4,500 કેદીઓને પેરોલ પર મુક્ત કરાયા - કેદીઓની મુલાકાત

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોનાના કેસ વધતા હોવાથી જેલ તંત્રએ કેદીઓને પેરોલ પર છૂટા કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ જેલ તંત્રએ 4,500 કેદીઓને પેરોલ પર છોડ્યા છે.

author img

By

Published : May 3, 2021, 8:38 AM IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા ભોપાલના કેદીઓને પેરોલ પર મુક્ત કરાયા
  • જેલમાં કોરોનાને પ્રસરતો અટકાવવા જેલ તંત્રએ કેદીઓને પેરોલ પર છોડ્યા
  • રાજ્યભરની જેલમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ કેદીઓ હોવાથી જેલ તંત્ર ચિંતામાં

ભોપાલઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી ભોપાલના જેલ તંત્રએ 4,500 કેદીઓને પેરોલ પર મુક્ત કર્યા છે. હજી પણ આગળ અનેક કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલમાં સંખ્યા ઘટાડી જેલમાં કોરોનાને પ્રસરતો અટકાવવા આ કેદીઓને છોડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા જેલમાં કોરોનાથી કાચા કામના કેદીનું મોત, અન્ય બે કેદી સારવાળ હેઠળ

DIGએ દરેક જેલમાં આઈસોલેશન વોર્ડ બનાવ્યા

કોરોનાના કેસ વધતા જેલ તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. રાજ્યભરની જેલમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ કેદીઓ છે. આથી જેલમાં કોરોનાને ફેલાતો રોકવો એ જેલ તંત્ર માટે પડકાર છે. આ પહેલા કેદીઓની મુલાકાત પણ બંધ કરી દેવામાં આવી છે. DIG સંજય પાંડેએ દરેક જેલમાં આઈસોલેશન વોર્ડ પણ બનાવ્યા છે.

આ પણ વાંચોઃ અરવલ્લી: મોડાસા સબ જેલમાં કોરોનાનો પગપેસારો, 71 કેદી પોઝિટિવ

તમામ જેલની ક્ષમતા 28,000 છે, પરંતુ હાલમાં તમામ જેલમાં 44,000 કેદીઓ છે

રાજ્યમાં અત્યારે 131 જેલ છે, જેમાંથી 11 સેન્ટ્ર્લ જેલ અને 41 જિલ્લા જેલ તેમજ 73 ઉપજેલ સહિત 6 ખુલ્લી જેલ છે. આ તમામ જેલોમાં કેદીઓને રાખવાની કુલ ક્ષમતા 28,718 છે, પરંતુ આ જેલમાં 44,000થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. આથી હવે જેલના કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.