ETV Bharat / bharat

Punjab News: નિર્દયતાની હદ વટાવી, નશાખોર પુત્રએ વૃદ્ધ માતાને બનાવી હવસનો શિકાર - ઘટનાસ્થળેથી ફરાર આરોપીઃ

પંજાબના ફાઝિલકાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. જ્યાં 32 વર્ષના નશાખોર પુત્રએ પોતાની માતાને હવસનો શિકાર બનાવી છે. પોલીસે પીડિતાના નિવેદનના આધારે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

Punjab News
Punjab News
author img

By

Published : Apr 19, 2023, 4:52 PM IST

પંજાબ: ફાઝિલકાના બલુઆના મતવિસ્તારના એક ગામમાં એક ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં નશાના વ્યસની યુવકે તેની જ માતાને હવસનો શિકાર બનાવી હતી. ભોગ બનનાર વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના નિવેદનના આધારે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

માતા પર દુષ્કર્મ: 75 વર્ષની માતાએ જણાવ્યું કે શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે તેના ઘરની પાસે એક લગ્ન સમારોહ હતો અને આખો પરિવાર ત્યાં ગયો હતો. રાત્રે બે વાગ્યાની આસપાસ તેના 32 વર્ષના પુત્રએ દારૂના નશામાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન તેનો બીજો પુત્ર સ્થળ પર આવતા તેને બચાવી લેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અપરિણીત છે અને ડ્રગ્સનો વ્યસની છે. ઘટના બાદ પીડિતાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ એસઆઈ ઈન્દ્રજીત કૌર વૃદ્ધ મહિલાનું નિવેદન નોંધવા હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ

ઘટનાસ્થળેથી ફરાર આરોપીઃ પીડિતાના પૌત્રે માહિતી આપી હતી કે તે તેના પરિવાર સાથે રાત્રે એક કાર્યક્રમ માટે બહાર ગયો હતો. દરમિયાન જ્યારે તેના નાના ભાઈએ આવીને કહ્યું કે તેના કાકા તેની દાદી સાથે ખોટું કામ કરી રહ્યા છે. દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોનું કહેવું છે કે ઉક્ત વ્યક્તિને સફેદ નશાની લત છે અને તેણે દારૂ પીધો હતો અને આ જઘન્ય કૃત્ય કરતી વખતે પણ તેણે કેપ્સ્યુલ પીધી હતી. પરિવારજનોની માંગ છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: Surat Crime : માંગરોળ તાલુકામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર ટ્રકચાલક ઝડપાયો

વૃદ્ધ મહિલા સારવાર હેઠળ: પીડિત વૃદ્ધ મહિલા હાલમાં સરકારી હોસ્પિટલમાં તબીબી સારવાર લઈ રહી છે. ETV ભારત સાથે વાત કરતા સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે અમને ફરિયાદ મળી છે અને મહિલાને જરૂરી મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી છે. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે અમે ચોક્કસ વિગતો આપી શકીશું. હાલમાં તેણીની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.