ETV Bharat / bharat

મુંબઈ, પટના અને દિલ્હીમાંથી 65.46 કિલોનું દાણચોરીનું સોનું પકડાયું - Smuggling of gold

DRIએ સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ (DRI foils attempts of gold smuggling) બનાવ્યો છે. વિભાગે આશરે રૂપિયા 33.40 કરોડની કિંમતની વિદેશી મૂળની 394 નંગ સોનાની (65 kg gold seized in Mumbai Patna and Delhi) લગડીઓ જપ્ત કરી હતી, જેની દાણચોરી પડોશી ઉત્તરપૂર્વીય દેશોમાંથી કરવામાં આવી રહી હતી.

Etv BharatDRAએ 65 કિલોથી વધુ સોનું જપ્ત કરીને સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા

author img

By

Published : Sep 21, 2022, 11:05 PM IST

નવી દિલ્હી: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે, સોનાની દાણચોરીના (Smuggling of gold) પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે (DRI fails efforts of gold smuggling). DRIએ વિદેશથી દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા વિદેશી સોનાનું મોટું કન્સાઈનમેન્ટ પકડી પાડ્યું છે. DRIએ આશરે, રૂપિયા 33.40 કરોડની કિંમતના વિદેશી મૂળના 394 નંગ સોનાના બાર જપ્ત કર્યા હતા, જેની દાણચોરી પડોશી ઉત્તરપૂર્વીય દેશોમાંથી કરવામાં આવી રહી હતી. દાણચોરી કરાયેલા સોનાની સૌથી મોટી જપ્તીમાં, મુંબઈ, પટના અને દિલ્હીમાં 65.46 કિલો સોનું જપ્ત(65 kg gold seized in Mumbai Patna and Delhi) કરવામાં આવ્યું હતું. DRIએ પડોશી ઉત્તર-પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરીને લાવવામાં આવતા આશરે 33.40 કરોડની કિંમતના વિદેશી મૂળના 394 નંગ સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે.

દાણચોરીની યોજના બનાવી: બુધવારે DRIએ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, આ સોનું પડોશી દેશોમાંથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. DRIAના નિવેદન મુજબ, ચોક્કસ બાતમી પરથી જાણવા મળ્યું છે કે, એક ટોળકી સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ કંપનીના સ્થાનિક કુરિયર કન્સાઈનમેન્ટ દ્વારા મિઝોરમમાંથી વિદેશી સોનાની દાણચોરી કરવાની સક્રિય યોજના બનાવી રહી છે. નિવેદન અનુસાર, નોંધપાત્ર જપ્તીના ક્રમને ચાલુ રાખીને, ડીઆરઆઈએ લગભગ 65.46 કિલો વજનના વિદેશી સોનાના 394 બિસ્કીટ જપ્ત કર્યા છે.

સોનાના 120 બિસ્કિટ:નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 19 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના ભિવંડીમાં આ કન્સાઈનમેન્ટની તપાસ દરમિયાન લગભગ 19.93 કિલોગ્રામ વજનના અને 10.18 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી સોનાના 120 બિસ્કિટ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આવા વધુ બે કન્સાઈનમેન્ટ મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. એક જ કન્સાઈનર દ્વારા તે જ જગ્યાએથી એક જ વ્યક્તિને મોકલવામાં આવ્યા છે. અને તે જ લોજિસ્ટિક્સ કંપની દ્વારા મોકલવામાં આવી રહી હતી. ત્યારબાદ, આ કન્સાઈનમેન્ટનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.

ત્રીજું કન્સાઇનમેન્ટ દિલ્હીમાં:સોનાનું બીજું કન્સાઈનમેન્ટ બિહારમાં હતું અને ત્યાંથી પકડાયું હતું. તે લોજિસ્ટિક્સ કંપનીના ગોડાઉનમાં તપાસ કરતાં 172 વિદેશી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા, જેનું વજન લગભગ 28.57 કિલો હતું અને તેની કિંમત લગભગ 14.50 કરોડ રૂપિયા હતી. એ જ રીતે, ત્રીજું કન્સાઇનમેન્ટ દિલ્હીમાં તે લોજિસ્ટિક્સ કંપનીમાંથી પકડાયું હતું. તેની તપાસ કરવામાં આવી હતી, જેના પરિણામે આશરે 16.96 કિલો વજનના 102 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા અને જેની કિંમત આશરે રૂ. 8.69 કરોડ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.