ETV Bharat / bharat

નજીવી બાબતમાં સગા ભાઇઓની કરવામાં આવી હત્યા, આ રીતે ઘટનાને અપાયો અંજામ... - બંને યુવકોની ક્રૂરતાપૂર્વક હત્યા

પટનાના પુનપુનમાં ધોળા દિવસે બે ભાઈઓની હત્યા કરવામાં આવી(Double murder in Patna) હતી. બંને યુવકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી(brutal murder of both young men) હતી. તેમજ મૃતદેહને પણ એવી જગ્યાએ છૂપાવવામાં આવ્યો હતો, કે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે.

નજીવી બાબતમાં સગા ભાઇઓની કરવામાં આવી હત્યા

author img

By

Published : Jul 6, 2022, 3:04 PM IST

બિહાર : પટનાને અડીને આવેલા મસૌઢી સબડિવિઝન વિસ્તારના પુનપુનમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બે ભાઈઓની ધોળા દિવસે હત્યા કરવામાં આવી(Double murder in Patna) છે. બંનેના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. તેમજ હાથ-પગને પણ અલગ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી ગામની છે. બંને ભાઈઓના મૃતદેહને બોરીઓમાં બંધ કરીને ભૂસામાં સંતાડી દીધા હતા. જેથી મોકો મળતાં જ તેના મૃતદેહનો નિકાલ કરી શકાય.

આ પણ વાંચો - રિક્ષામાં એકલા બેસતાં હોવ તો થઈ જજો સાવધાન, નહીં તો...

હત્યા બાદ તણાવઃ બંને મૃતક ભાઈઓ પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના મંદારપુર ગામના રહેવાસી હતા. બંને આજે સવારે ઘરેથી ડુમરી ગામ જવા નીકળ્યા હતા. બપોરે પોલીસે બંનેના મૃતદેહ ડુમરી ગામમાંથી કબજે કર્યા હતા. બંને મૃતકોના નામ ઉમેન્દ્ર કુમાર (32 વર્ષ) અને જલેન્દ્ર કુમાર (28 વર્ષ) હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેની હત્યા જમીનના વિવાદમાં થઈ છે. ડુમરી ગામના રહેવાસી પિન્ટુ સિંહના ઘરેથી મૃતદેહ મળી આવ્યા હતા. લાશ મળી આવતા ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટના પછી ગુસ્સે થયેલા લોકોએ NH 83 ને બ્લોક કરી દીધો છે.

આ પણ વાંચો - Murder Case in Surat : 14 વર્ષથી નાસતો ફરતો હત્યારાનો પોલીસે ઝાલ્યો કાઠલો

પોલીસ કેસની તપાસમાં વ્યસ્તઃ બંને યુવકોના માથા, પગ અને હાથ કાપીને અલગ કરવામાં આવ્યા હતા. મૃતદેહો ઘણા ટુકડાઓમાં વિખરાયેલા મળી આવ્યા હતા. ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પિન્ટુ સિંહના ઘરની બહાર પાર્ક કરેલા ફોર વ્હીલરને પણ આગ લગાવી દીધી છે. માહિતી મળતાં જ પુનપુન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ ગામમાં સ્થિતિ તંગ છે. પોલીસ લોકોને સમજાવવામાં વ્યસ્ત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.