પુરુષોના ટેસ્ટીકલ્સની સમસ્યા સામાન્ય હોતી નથી. જો ઇજા અથવા કોઈ અન્ય કારણથી પુરુષોને અંડકોષમાં દુખાવો જણાય તો તેમણે તરત જ ચિકિત્સક સાથે વાત કરવાની સલાહ આપવામા આવે છે. ટેસ્ટીકલ્સમાં દુખાવો થવાના વિભિન્ન કારણો વિશે જાણવા માટે ETV Bharat સુખીભવ એ હૈદરાબાદના એન્ડરોલોજિસ્ટ ડો. રાહુલ રેડ્ડી પાસે જાણકારી મેળવી હતી.
ટેસ્ટીકલ્સનું કાર્ય
ડો.રાહુલ બતાવે છે કે, પુરૂષોનું અંડકોષ એટલેકે ટેસ્ટિસ તેમના પ્રજનન તંત્રનો ભાગ હોય છે. તેનું કાર્ય વીર્ય અને ટેસ્ટોસ્ટેરોન નામના મેલ હોર્મોનનું ઉત્પાદન કરવાનું હોય છે. વૃષણોનો આકાર ઈંડા જેવો હોય છે, જેને બારથી સ્ક્રોટમ એટલેકે અંડકોષની થેલી સુરક્ષા પ્રદાન કરે છે. કોઈ બીમારી અથવા ઇજા થવાથી આ અંગમાં હળવો, મધ્યમ અથવા ગંભીત સ્તરનો દુખાવો થઇ શકે છે. તેઓ જણાવે છે કે, ટેસ્ટીકલ્સમાં થનારા દુખાવાને 2 શ્રેણીઓમાં મુકવામાં આવે છે.
તીવ્ર વૃષણ દુખાવો
તીવ્ર ટેસ્ટીકુલર દુખાવો સામાન્ય રીતે ઘણો ગંભીર હોય છે. આ અવસ્થામાં ટેસ્ટીકુલર ક્ષેત્રમાં અચાનક સોજો અથવા લાલ થઈ જાય છે અને વ્યક્તિને તાવ પણ આવી શકે છે. કેટલીક વાર આ સમસ્યા માટે વૃષણ મરોડને પણ જવાબદાર માનવામાં આવે છે, જેમાં વૃષણ અચાનક વળી જાય છે. જેનાથી વૃષણને લોહીની અપૂર્તિ બંધ થઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે.
1- તીવ્ર વૃષણ દુખાવાના અન્ય સંભવિત કારણ
2- વૃષણ ઉપાંગ અથવા શુક્રાણુ કોર્ષમાં મરોડ
3- એપિડિડીમાઇટીસ અથવા ઓરકાઈટીસ જેવા સંક્રમણ
4- સ્ક્રોટલ ટ્રોમાં જેના કારણે ઇન્ટ્રાટેસ્ટીકુલર હેમેટોમા અથવા હેમેટોસેલેનું નિર્માણ થાય છે, એપીડીડિમાઇટિસ
5- ઇડીયોપૈથિક સ્ક્રોટલ એડિમા
6- હેનોચ- શોનેલિન પુરપુરા જેવા પ્રણાલીગત વાસ્કૂલીટીસ તરફ લઈ જનારી સ્થિતી
7- ટેસ્ટીકુલર સોજા જેવા ઇનગુઇનલ હર્નિયા, હાઈડ્રોસેલે, વૈરિકોસેલે
ક્રોનિક ટેસ્ટીકુલર દુખાવો
ક્રોનિક ટેસ્ટીકુલર દુખાવાને હંમેશા સતત અથવા ધીમે-ધીમે થનારા દુખાવાના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે, જે સામાન્ય રીતે 3 અથવા 3થી વધુ મહિના સુધી રહે છે અને હંમેશા યુવા પુરુષોમાં જોવા મળે છે. આના લક્ષણ સામાન્ય રીતે વધુ ગંભીત નથી હોતા અને વધારે દુખાવાના સ્થાનના આધાર પર દુખાવાનું કારણ સરળતાથી મળી જાય છે.
1-ક્રોનિક ટેસ્ટીકુલર દુખાવાના કારણ
2- ઓરકાઈટીસ, એપીડીડિમાઇટીસ, એપિડીડિમોઓરકાઈટીસ, ફનીકયુલિટીસ જેવા સંક્રમણ
3- ટ્યુમરના કારણે થનારા સૌમ્ય અથવા ઘાતક ઘાવ
4- ગ્રોઇન ક્ષેત્રમાં હર્નિયા
5- હાઈર્ડોસેલે, વૈરિકોસેલે, સ્પર્મેટોસેલે
6- મરોડ
7- કોઈ પણ પેલવીક સર્જરી અથવા ટ્રોમાનો પાછળનો ઇતિહાસ
કેવી રીતે જાણો ટેસ્ટીક્યુલર દુખાવાની ગંભીરતા
ટેસ્ટિક્યુલર પેનની સમસ્યાને જાણવા માટે સમસ્યાના ઇતિહાસને જાણવા તથા શારીરિક પરીક્ષણ ઘણું જરૂરી હોય છે. સમસ્યા વિશે વધુ જાણકારી માટે નીચે આપેલા ટેસ્ટની મદદ મેળવી શકાય છે.
1- સ્ક્રોટલ ડોપલર પરીક્ષણ
2- અલ્ટ્રાસાઉન્ડ
3- વીર્ય સંવર્ધન
4- અસુરક્ષિત સંભોગના કોઈ પણ ઇતિહાસના કેસમાં એસટીડી મૂલ્યાંકન પણ કરવું જોઈએ
ઉપચાર
ડો રાહુલ જણાવે છે કે, સર્જરી હંમેશા અંતિમ ઉપાય હોય છે. ઘણું જરૂરી છે કે, સમસ્યાના મૂળ કારણે ઓળખી તેનો ઈલાજ કરાવવામાં આવે. સામાન્ય રીતે તાંત્રિકા સંબધી જુના દુખાવા માટે માઇક્રોસર્જીકલ ડેનર્વેશન પ્રક્રિયા કરવામાં આવે છે.
આ અવસ્થામાં સામાન્ય રીતે પીડિતને કેટલીક વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે, જેમાંથી કેટલીક આ પ્રકારની પણ છે.
1- કેટલાક અઠવાડિયા માટે ટાઈટ ફિટિંગના અન્ડરગારમેન્ટ પહેરવાની કોશિશ કરવી નહીં
2- અંતનિરહિત પ્રોસ્ટેટાઈટીસ અથવા સેમીનલ વેસીકુલીટીસનો ઈલાજ કરાવવો કારણકે આ માટે એન્ટિબાયોટિક ઉપચારની આવશ્યકતા હોય છે.
3- વાંરવાર સખ્લન( અઠવાડિયામાં 2-3 વાર )કેટલાક રોગીઓમાં દુખાવાથી રાહ આપે છે