નવી દિલ્હીઃ ભારત અને ડોમિનિક રિપબ્લિક વચ્ચે ઉષ્માપૂર્ણ સંબંધો છે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે ડોમિનિક રિપબ્લિકના ઉપ રાષ્ટ્રપતિ રકેલ પેના રોડ્રિગ્ઝ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે.
બંને દેશોના રાજદ્વારી સંબંધોને 25 વર્ષ પૂર્ણઃ ઉપ રાષ્ટ્રપતિ રકેલ પેના રોડ્રિગ્ઝની પહેલી ભારત યાત્રાનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે યોગ્ય સમયે ડોમિનિક રિપબ્લિકના ઉપરાષ્ટ્રપતિ ભારત આવ્યા છે, કારણ કે ભારત અને ડોમિનિક રિપબ્લિક પોતાના રાજકીય સંબંધોની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ઉષ્માપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ વધુમાં જણાવ્યું કે બંને દેશો ફાર્માસ્યૂટિકલ ઉત્પાદનો, સામુદ્રિક વિજ્ઞાન, હવામાન વિભાગ, કુદરતી આપત્તિઓમાં પ્રાથમિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એક સાથે કામ કરવા માટે અમારા અનુભવો અને વિશેષતાઓને આદાન પ્રદાન કરીશું.
ડોમિનિક અધિકારીઓ માટે ટ્રેનિંગ સેશનઃ રાષ્ટ્રપતિ મુર્મૂ જણાવે છે કે ભારત-ડોમિનિક રિપબ્લિક સહયોગના કેન્દ્રીય આધારસ્તંભ સમાન છે ક્ષમતા નિર્માણ. ડોમિનિક રિપબ્લિકના અધિકારીઓ માટે ભારતે સાયબર સુરક્ષા અને રિમોટ સેન્સિંગ ક્ષેત્રે વિશેષ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે નિરંતર માહિતી આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને નેતાઓએ સહમતિ દર્શાવી છે.
-
#WATCH | Vice President of the Dominican Republic, Raquel Peña Rodríguez, arrives at Delhi airport. https://t.co/GlTmGtnBaM pic.twitter.com/QiFFdlcEI6
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Vice President of the Dominican Republic, Raquel Peña Rodríguez, arrives at Delhi airport. https://t.co/GlTmGtnBaM pic.twitter.com/QiFFdlcEI6
— ANI (@ANI) October 3, 2023#WATCH | Vice President of the Dominican Republic, Raquel Peña Rodríguez, arrives at Delhi airport. https://t.co/GlTmGtnBaM pic.twitter.com/QiFFdlcEI6
— ANI (@ANI) October 3, 2023
ડોમિનિક ઉપ રાષ્ટ્રપતિ વ્યાખ્યાન આપશેઃ જ્યારે ભારત અને ડોમિનિક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને 25 વર્ષ પૂરા થયા છે ત્યારે ડોમિનિક ઉપ રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ખૂબ જ મહત્વ ધરાવે છે. બંને દેશો વચ્ચે 04 મે 1999ના રોજ રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ હતી. ડોમિનિક ઉપ રાષ્ટ્રપતિ ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ભારતીય રાજદ્વારીઓ સાથે ચર્ચા કરશે. ભારતીય વિશ્વ પરિષદમાં ડોમિનિક ઉપ રાષ્ટ્રપતિનું વ્યાખ્યાન પણ યોજાવાનું છે.વર્ષ 2001માં બંને દેશો વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા નિયમિત ચર્ચા માટે સેંટો ડોમિંગોમાં એમઓયુ પણ થયા હતા. (ANI)
-
Vice President of the Dominican Republic Raquel Peña Rodríguez called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/5QgYfMZebG
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Vice President of the Dominican Republic Raquel Peña Rodríguez called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/5QgYfMZebG
— ANI (@ANI) October 3, 2023Vice President of the Dominican Republic Raquel Peña Rodríguez called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/5QgYfMZebG
— ANI (@ANI) October 3, 2023