ETV Bharat / bharat

18 ઑક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ઊડશે ડૉમેસ્ટિક ફ્લાઇટ, કેન્દ્રએ આપી મંજૂરી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) 18 ઓક્ટોબરથી પ્રતિબંધ વગર સંપૂર્ણ ક્ષમતા સાથે ડૉમેસ્ટિક એર સેવાઓ (Domestic Air Services) ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત મંત્રાલયે તમામ એરલાઇન્સ (Airlines)ને સાંસદો માટે પ્રોટોકોલ (Protocol for MPs)નું પાલન કરવાનું ચાલું રાખવા કહ્યું છે.

18 ઑક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ઊડશે ડૉમેસ્ટિક ફ્લાઇટ

author img

By

Published : Oct 12, 2021, 8:08 PM IST

  • 100 ટકા ક્ષમતા સાથે ઊડી શકશે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ
  • કોઈપણ પ્રતિબંધ વગર ડૉમેસ્કિટક ફ્લાઇટ્સ ઊડશે
  • કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) 18 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ડૉમેસ્ટિક એર સેવાઓ (Domestic Air Services) ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત મંત્રાલયે તમામ એરલાઇન્સ (Airlines) અને એરપોર્ટ્સને એ પ્રોટોકોલનું પાલન કરવાનું ચાલું રાખવા કહ્યું છે, જે હવાઈ યાત્રા દરમિયાન સંસદ સભ્યોને વિશેષાધિકાર આપે છે.

પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ ફરીથી જાહેર કરાયા

પ્રોટોકોલના સંબંધમાં બેદરકારીના કેટલાક મુદ્દા મુત્રાલયના સંજ્ઞાનમાં આવ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ ફરીથી જાહેર કરવામાં આવી રહ્યા છે અને તમામ ઉડ્ડયન હિસ્સેદારોએ તેનું અક્ષરસ: અને ભાવનાથી પાલન કરવું જોઈએ.

એરપોર્ટ પર સાંસદોને ચા-કૉફી-પાણી મફતમાં મળવા જોઇએ

મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2021ના એક પત્રમાં લખ્યું કે, એરપોર્ટ સાંસદો સંબંધિત પ્રોટોકોલ માટે સમય-સમય પર નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જો કે એરપોર્ટ પર માનનીય સાંસદોના સંબંધમાં પ્રોટોકોલના પાલનમાં બેદરકારીના કેટલાક મુદ્દા મંત્રાલયના ધ્યાને આવ્યા છે. પ્રોટોકોલ અંતર્ગત સાંસદોને દેશભરના તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનામત લાઉન્જ સુવિધાઓ મળવી જોઇએ અને ચા અથવા કૉફી કે પાણી મફતમાં મળવું જોઇએ. વર્ષ 2007માં જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ દિશા-નિર્દેશોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

VIP કાર પાર્કિંગ ક્ષેત્રમાં સાંસદોને વાહનોની પાર્કિંગની સુવિધા

ભારતીય વિમાન અધિકારીઓ અને અન્ય એરપોર્ટ સંચાલકોએ સંસદ ભવન કાર પાર્ક માટે સાંસદોને આપવામાં આવેલા પાસના આધાર પર VIP કાર પાર્કિંગ ક્ષેત્રમાં સાંસદોને વાહનોની પાર્કિંગની સુવિધા આપવી જોઇએ. પૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ 21 નવેમ્બર 2019ના લોકસભાને સૂચવ્યું હતું કે, તમામ ઘરેલૂ ખાનગી એરપોર્ટ અને એરલાઇન્સે આ પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. પ્રોટોકોલ અંતર્ગત એરલાઇન્સની પાસે એક ડ્યુટી મેનેજર અથવા વરિષ્ઠ સ્ટાફ સભ્ય હોવો જોઇએ જે સાંસદોને એરપોર્ટ પર આવવા પર ચેક-ઇન ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની સુવિધાઓ પૂરી પાડે.

સાંસદો સાથે યોગ્ય શિષ્ટાચાર માટે CISFને તાલીમ

પ્રોટોકોલ પ્રમાણે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના તમામ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી જોઇએ જેથી ઓળખ પત્ર અથવા બોર્ડિંગ કાર્ડની સાથે ઓળખ સ્ટિકર અથવા સાંસદોની ચિઠ્ઠીનું સન્માન કરી શકાય અને સુરક્ષા તપાસ દરમિયાન સાંસદોને યોગ્ય શિષ્ટાચાર અને પ્રાથમિકતા આપી શકાય.

આ પણ વાંચો: 15 ઓકટોબરે આરોહી પંડિત JRD TATAની 89 વર્ષ જૂની પ્રથમ Flight નું પુનરાવર્તન કરશે

આ પણ વાંચો: અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક, નવી શિક્ષણ નીતિમાં ભજવ્યો હતો મહત્વનો ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.