આંધ્રપ્રદેશ: શ્વાનના હુમલામાં ઘાયલ થયેલા વાંદરાની સારવાર દરમિયાન ડોક્ટરોને વાંદરાના ખભામાં ગોળી જેવી વસ્તુ મળી આવી (Doctors remove fillet from monkey's shoulder) હતી. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ચેરુકુવાડામાં એક વાંદરા પર કેટલાક શ્વાનોએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: 90 વર્ષે પોતાના ઘરે પહોચી આ દાદીમા, અદભૂત રહ્યુ તેમનું સમગ્ર જીવન
ગંભીર રીતે ઘાયલ વાંદરાને ભીમાવરમની પ્રવેતુ વેટરનરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન, ડૉ. સૈતેજાએ વાંદરાના ખભામાં ગોળીનો ઘા જોયો. તરત જ વાંદરાના શરીરમાંથી ગોળી કાઢીને સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ચીનમાં બેંકો સામે ફરી રહ્યા છે મીલીટરી ટેન્ક, યાદ આવ્યો 1989નો એ સમય
પોલીસ પૂછપરછ: સોશિયલ મીડિયા પર તેના સંબંધિત દ્રશ્યો વાયરલ થયા બાદ પોલીસે બુલેટની તપાસ કરી. તે નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે, તે ગોળી નહીં પરંતુ એક્વા તળાવમાં પક્ષીઓને મારવા માટે વપરાતી ફીલેટ હતી.