ETV Bharat / bharat

Rahul Gandhi : રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવા નોટિસ - રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. અયોગ્ય જાહેર કરાયેલા લોકસભા સભ્ય રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.

DISQUALIFIED AS MP RAHUL GANDHI ASKED TO VACATE OFFICIAL BUNGALOW BY APRIL 22

author img

By

Published : Mar 27, 2023, 10:55 PM IST

નવી દિલ્હી: માનહાનિ કેસમાં સુરત કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી છે. સાંસદ તરીકે તેમની ગેરલાયકાતના થોડા દિવસો બાદ લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફાળવેલ સરકારી બંગલો ખાલી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: OPPOSITION MEETING: વિપક્ષી દળોની બેઠકમાં TMC સામેલ, BJP માટે ખતરો..!

સરકારી બંગલો ખાલી કરવા નોટિસ: સામે આવેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય રાજધાનીમાં 12, તુગલક લેન 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને જગ્યા ખાલી કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. પાર્ટીએ આ મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તે આ મામલે કાયદાકીય અને રાજકીય રીતે લડશે.

30 દિવસનો સમય: એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અયોગ્ય લોકસભાના સભ્યએ સભ્યપદ ગુમાવ્યાના એક મહિનાની અંદર સત્તાવાર બંગલો ખાલી કરવો પડશે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી હાઉસિંગ કમિટીને ખાલી કરાવવાની અવધિ વધારવા માટે પત્ર લખી શકે છે, આ વિનંતી પેનલ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Supreme Court: બિલકિસ બાનોના કેસમાં 11 આરોપીઓને મુક્ત કર્યાના ડૉક્યુમેન્ટ આપો, કોર્ટનો કેન્દ્રને આદેશ

બે વર્ષની સજા: 23 માર્ચે ગુજરાતની સ્થાનિક અદાલતે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમને બે વર્ષની જેલની સજાને કારણે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કર્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને વિપક્ષી દળોની બેઠક મળી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.