ETV Bharat / bharat

બંગાળ ચૂંટણી પહેલા ખુલાસો, બંગાળના 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ - પશ્ચિમ બંગાળ ચૂંટણી વોચ

પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવવામાં વ્યસ્ત છે. આરોપ-પ્રત્યારોપ પણ ચાલી રહ્યા છે. આ તમામની વચ્ચે એક અધ્યયનમાં મોટો ખુલાસો થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બંગાળના 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ છે.

બંગાળ ચૂંટણી પહેલા ખુલાસો
બંગાળ ચૂંટણી પહેલા ખુલાસો
author img

By

Published : Mar 4, 2021, 11:53 AM IST

Updated : Mar 4, 2021, 12:05 PM IST

  • પશ્ચિમ બંગાળ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો સરવે
  • પશ્ચિમ બંગાળમાં 282માંથી 104 ધારાસભ્યો સામે પોલીસ કેસ નોંધાયેલો છે
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હોવાથી બંને સંસ્થાએ ચૂંટણી પહેલા ધારાસભ્યોનો કર્યો સર્વે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હાલના ધારાસભ્યોમાંથી 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ છે. પશ્ચિમ બંગાળ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સંયુક્ત રિસર્ચમાં આ સમગ્ર વાતનો ખુલાસો થયો છે. આ અધ્યયનના મતે, બંગાળમાં 282માંથી 104 ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ છે.

ભાજપના 6માંથી 3 ધારાસભ્યો સામે ગંભીર ધારાનો કેસ

બુધવારે જાહેર થયેલા રિપોર્ટમાં નાગરિક સમાજ સંગઠનોએ કહ્યું કે, રાજ્યના 90 એટલે કે 32 ટકા ધારાસભ્યોએ જ જાહેરાત કરી છે કે તેમની સામે ગંભીર ગુના દાખલ છે. વેસ્ટ બંગાલ ઈલેક્શન વોચના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગંભીર ગુનાઓનો મતલબ બિનજામીનપાત્ર ગુનેગારથી થાય છે, જેમાં પાંચ વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય છે. ડબ્લ્યૂબીઈડબ્લ્યૂએ એડીઆરની સાથે મળીને વર્તમાન ધારાસભ્યોની એફિડેવિટથી તેમની ગુનેગારી ઈતિહાસ, આર્થિક સ્થિતિ, શિક્ષા અને અન્ય વિવરણનું અધ્યયન કર્યું છે. આ અધ્યયનમાં સામે આવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના 205માંથી 61, કોંગ્રેસના 39માંથી 15 સામે ગંભીર ગુનાઓ દાખલ છે. જ્યારે ભજાપના 6માંથી 3 ધારાસભ્યો સામે ગંભીર ધારાઓનો કેસ છે.

Last Updated : Mar 4, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.