ETV Bharat / bharat

જાવેદ અખ્તર બાદ હવે કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ બોલ્યા - તાલિબાન અને RSS એક જેવા - તાલિબાન

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે તાલિબાન સાથે RSSની તુલના કરીને નવો વિવાદ પેદા કરી દીધો છે, તેમણે કહ્યું કે, મહિલાઓ પ્રત્યે બંનેની વિચારધારા એક જેવી છે.

RSS અને તાલિબાનના મહિલાઓને લઇને વિચારો એકસમાન હોવાનું કહ્યું

author img

By

Published : Sep 10, 2021, 4:28 PM IST

  • તાલિબાન અને RSSને દિગ્વિજય સિંહે ગણાવ્યા એક જેવાં
  • RSS અને તાલિબાનના મહિલાઓને લઇને વિચારો એકસમાન હોવાનું કહ્યું
  • કેન્દ્ર સરકારને તાલિબાનને લઈને વલણ સ્પષ્ટ કરવા કહ્યું

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારના દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તાલિબાનની મહિલાઓને લઇને વિચારધારા એક સમાન છે.

દિગ્વિજય સિંહે કર્યું ટ્વીટ

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'તાલિબાનનું કહેવું છે કે મહિલાઓ મંત્રી બનવા લાયક નથી. મોહન ભાગવતે કહ્યું કે, મહિલાઓએ ઘરે રહેવું જોઇએ અને ઘરની દેખભાળ કરવી જોઇએ, શું આ બંને એકસરખી વિચારધારા નથી?'

ભારત સરકારને તાલિબાન મામલે વલણ સ્પષ્ટ કરવા કહ્યું

દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, 'મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવું પડશે કે શું ભારત તાલિબાન સરકારને માન્યતા આપશે, જેમાં જાહેર કરવામાં આવેલા આતંકવાદી સંગઠનના સભ્યો મંત્રી છે?'

  • Women should be housewives, men should be breadwinners: Mohan Bhagwat | IndiaToday

    Does Taliban and RSS has a similarity of views on Working Women?

    Looks like it, unless Mohan Bhagwat ji and Taliban change their views. https://t.co/gwFMhnQyxU

    — digvijaya singh (@digvijaya_28) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'એક સમાન DNA' નિવેદન પર ભાગવતને ઘેર્યા

આ પહેલા દિગ્વિજય સિંહે બુધવારના ઇન્દોરમાં આયોજિત સાંપ્રદાયિક સદભાવ સંમેલનમાં બોલતા RSS પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે સંગઠન જૂઠ અને ગેરસમજ ફેલાવીને હિંદુ-મુસ્લિમ સમુદાયોને વિભાજિત કરી રહ્યું છે. ભાગવતની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, "હિંદુઓ અને મુસલમાનોનું DNA એક છે, જો આવું હતું તો લવ જેહાદ જેવા મુદ્દાઓ કેમ ઊઠાવવામાં આવી રહ્યા હતા?'

RSS પર 'ભાગલા પાડો અને રાજ કરો'નો આરોપ લગાવ્યો

કૉંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે, RSS સદીઓથી 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવતું રહ્યું છે. તેઓ જૂઠ અને ગેરસમજ ફેલાવીને 2 સમુદાયોને વહેંચી રહ્યા છે.

વધુ વાંચો: 'સામના'માં જાવેદ અખ્તરના RSS પરના નિવેદન સામે સંપાદકીય લેખઃ 'સંઘને લઇને મતભેદ હશે પરંતુ...

વધુ વાંચો: ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી, ઓવૈસીએ કહ્યું - આ નફરત હિન્દુત્વની દેન છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.