ઢાકા: બાંગ્લાદેશમાં ઇસ્કોન રાધાકાંતા મંદિરમાં તોડફોડના (ISKCON temple vandalised in bangladesh) સમાચાર છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા ઈસ્કોન રાધાકાંતા મંદિરમાં ગુરુવારે તોડફોડ કરવામાં (dhaka iskon radhakanta temple vandalised) આવી હતી. આ અંગે વિગતવાર માહિતી મળી શકી નથી.
નોઆખલીમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડ: ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ બાંગ્લાદેશના નોઆખલીમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો હતો. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ના મંદિરમાં તોડફોડ કરવા ઉપરાંત, 16 ઓક્ટોબરના રોજ ટોળા દ્વારા એક ભક્તની પણ હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો ભારતમાં વિરોધ થયો હતો. બેંગલુરુમાં બાંગ્લાદેશ હિંસાના વિરોધ દરમિયાન 'બાંગ્લાદેશ લઘુમતીઓ માટે ન્યાય' અને 'બાંગ્લાદેશમાં અમારા મંદિરને સુરક્ષિત કરો' સાથેના પોસ્ટરો જોવા મળ્યા હતા.
2021માં બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરની તોડફોડ: ઑક્ટોબર 2021માં બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરની તોડફોડ અંગે બેંગલુરુમાં ઇસ્કોનના પ્રમુખ મધુ પંડિત દાસે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં ઇસ્કોનના ભક્તો, હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના બિનઉશ્કેરણીજનક હુમલાઓ પર અમે અમારી પીડા અને વેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમના સમર્થન અને એકતામાં ઊભા છીએ અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.
સમાચાર એજન્સી ANI અનુસાર, 13 ઓક્ટોબર, 2021 ના રોજ, બાંગ્લાદેશના કુમિલામાં એક પૂજા પેવેલિયનમાં કુરાનનું કથિત અપમાન થયું હતું. કુરાનના અપમાનના આરોપોને પગલે બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ હતી, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં હિંસાના અહેવાલો આવ્યા હતા.
13 ઓક્ટોબર, 2021 ના રોજ, બાંગ્લાદેશમાં ચાંદપુરના હાજીગંજમાં ધાર્મિક સ્થળો પર હુમલા દરમિયાન, પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બાંગ્લાદેશની પોલીસે ગોળીબારનો આશરો લીધો હતો. હિંસા દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા. આ પછી 15 ઓક્ટોબરે નોઆખલીના ચૌમુહાનીમાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા.