ETV Bharat / bharat

Desecrated Guru Granth Sahib : ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અપમાનનો પ્રયાસ, ગુસ્સે ભરાયેલી ભીડે યુવકને ઉતાર્યો મોતને ઘાટ - અમૃતસર પોલીસ ઇન્સ્પેક્ટર

સુવર્ણ મંદિરમાં ગુરૂ ગ્રંથ સાહિબ (golden temple guru granth sahib)ને અપમાનિત કરવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં યુવકને મોતને ઘાટ (Golden Temple Mob Lynching) ઉતારી દેવામાં આવતા ચકચાર મચી છે. ગુસ્સાયેલી ભીડ ભાન ભૂલી હતી અને ગુરૂ ગ્રંથ સાહિબ (desecrated guru granth sahib)નું અપમાન કરનાર યુવકની હત્યા કરી દીધી હતી.

Golden Temple Mob Lynching: ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અપમાનનો પ્રયાસ, ગુસ્સે ભરાયેલી ભીડે યુવકને ઉતાર્યો મોતને ઘાટ

author img

By

Published : Dec 18, 2021, 8:47 PM IST

Updated : Dec 18, 2021, 9:46 PM IST

અમૃતસરઃ પંજાબના અમૃતસર સ્થિતિ સુવર્ણ મંદિરમાં ગુરૂ ગ્રંથ સાહિબ (golden temple guru granth sahib)ને કથિત અપમાનિત કરવાના પ્રયત્ન કરવાના કારણે ગુસ્સાયેલી ભીડે એક યુવકને મોતને ઘાટ (Golden Temple Mob Lynching) ઉતાર્યો છે. સુવર્ણ મંદિર (golden temple amritsar)માં પ્રવેશીને એક વ્યક્તિએ શીખોના પવિત્ર પુસ્તક 'ગુરુ ગ્રંથ સાહિબ'નું અપમાન (desecrated guru granth sahib) કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થળ પર હાજર SGPCના કર્મચારીઓએ (SGPC on desecration attempt) તે વ્યક્તિને પકડી લીધો હતો.

BJP નેતા મનજિંદર સિંહ સિરસાએ આપી પ્રતિક્રિયા

BJP નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, "આ એક ઘણી જ ખરાબ ઘટના છે અને આવી ઘટનાઓ પાછળ ષડયંત્ર છે. કેટલાક દિવસ પહેલા પણ અપમાન કરવાની ઘટના સામે આવી હતી, જેને લઇને મેં અમિત શાહ સાથે વાત કરી હતી. તેમણે આ વાતને લઇને દુ:ખ પ્રગટ કર્યું અને કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે."

ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અપમાનનો પ્રયાસ

આરાધના સાહિબનો પાઠ ચાલી રહ્યો હતો તે દરમિયાન બની ઘટના

મળતી માહિતી મુજબ આરોપી જાળી ઓળંગીને ગુરુ ગ્રંથ સાહિબ પાસે પહોંચી (Sikh holy place desecrated ) ગયો હતો, પરંતુ તેને અટકાવવામાં આવ્યો હતો. આ ઘટના લગભગ સાંજે 6 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ઘટના સમયે આરાધના સાહિબનો પાઠ (aradhna sahib path at golden temple) ચાલી રહ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અપમાનનો પ્રયાસ

પોલીસ ઇન્સપેક્ટરને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

આ ઘટના મામલે પંજાબ પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, કેસની તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અમૃતસર પોલીસ ઇન્સપેક્ટર (amritsar police inspector) સુખદેવ સિંહે જણાવ્યું કે, "કેસની તપાસ ચાલી રહી છે. વ્યક્તિને હૉસ્પિટલ લઇને ગયા છીએ. એ વ્યક્તિ કોણ હતો. ક્યાંનો હતો અને તેની તપાસ ચાલી રહી છે. વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે. હું સંતો અને લોકોને વિનંતી કરું છું કે તેઓ શાંત થઇને બેસે. કેસની તપાસ કરવામાં આવશે."

મૃતક વ્યક્તિની ઉંમર 20થી 25 વર્ષ

તો DSP પરમિંદર સિંહ ભાંડલે જણાવ્યું કે, સાંજના પાઠ સમયે એક વ્યક્તિ હરમંદિર સાહિબ (sachkhand sri harmandir sahib)માં ઘૂસ્યો અને તેણે ગુરૂજીના સિરી સાહેબ (તલવાર)ને ઉઠાવી લીધી. SGPCની ટાસ્ક ફોર્સે તેને તરત પકડી લીધો અને તેને લઇ જતા સમયે સંગતે માર્યો, જેના કારણે તેનું મોત થઇ ગયું. એ વ્યક્તિની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે છે અને તેને સિવિલ હૉસ્પિટલ અમૃતસર મોકલી દેવામાં આવ્યો છે. કાલે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તે ક્યાંનો રહેવાસી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. CCTV પણ ખંગાળવામાં આવી રહ્યા છે."

આ પણ વાંચો: Captain Amarinder Singh Join BJP: કહયુ, અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું

આ પણ વાંચો: Punjab Assembly Election 2022: ક્રિકેટર હરભજન સિંહ સિદ્ધુને મળ્યા, કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

Last Updated : Dec 18, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.