- નોટબંધીના પાંચ વર્ષમાં પુરા, ડિજિટલ પેમેન્ટમાં સતત વધારો
- (NPCI) UPI દેશમાં ચુકવણીના મુખ્ય માધ્યમ ઝડપથી ઉભરી રહ્યું છે
- ડિજિટલ પેમેન્ટમાં વધારો છતાં, ચલણમાં નોટોની સંખ્યા સતત વધી રહી છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા નોટબંધીની જાહેરાતને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસે 8 નવેમ્બર, 2016 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધી(Demonetisation) ની જાહેરાત કરી હતી, ત્યારબાદ તે જ દિવસે મધ્યરાત્રિથી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી. ચાલો જાણીએ અને સમજીએ કે નોટબંધી પછીના આ પાંચ વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે.
કોવિડ -19 રોગચાળા દરમિયાન, લોકોએ સાવચેતી તરીકે રોકડ રાખવાનું વધુ સારું માન્યું હતું. આ જ કારણસર ગત નાણાકીય વર્ષ દરમિયાન ચલણમાં રહેલી બેંકનોટોમાં વધારો થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) જેવા માધ્યમો દ્વારા ડિજિટલ ચૂકવણીમાં પણ મોટો વધારો થયો છે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા નોટબંધી
8 નવેમ્બર, 2016ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યરાત્રિના સમયે ચલણમાં રહેલી રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને કાળા નાણા પર અંકુશ લાવવાનો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવીનતમ ડેટા અનુસાર, 4 નવેમ્બર, 2016ના રોજ ચલણમાં રહેલી નોટો રૂ. 17.74 લાખ કરોડ હતી, જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને રૂ. 29.17 લાખ કરોડ થઈ ગઈ છે.
ચલણમાં બેંકનોટના મૂલ્ય સતત વધારો
RBI અનુસાર, 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. તે 29 ઓક્ટોબર, 2021 સુધી વધીને રૂ. 2,28,963 કરોડ થઈ ગયું. સમાન વાર્ષિક ધોરણે, 30 ઓક્ટોબર, 2020ના રોજ તેમાં રૂ. 4,57,059 કરોડનો વધારો થયો હતો અને એક વર્ષ અગાઉ 1 નવેમ્બર, 2019ના રોજ રૂ. 2,84,451 કરોડનો વધારો થયો હતો.
આ ઉપરાંત 2020-21 દરમિયાન ચલણમાં બેંકનોટના મૂલ્ય અને જથ્થામાં અનુક્રમે 16.8 ટકા અને 7.2 ટકાનો વધારો થયો હતો, જ્યારે 2019-20 દરમિયાન તેમાં અનુક્રમે 14.7 ટકા અને 6.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. પરતું નાણાકીય વર્ષ 2020-21માં ચલણમાં બેંકનોટની સંખ્યામાં વધારો થવાનું કારણ મહામારી હતી. રોગચાળા દરમિયાન લોકોએ સાવચેતી તરીકે રોકડ રાખી હતી.
આ પણ વાંચોઃ નોટબંધી બાદ વેક્સિનેશન માટે પણ સુરતીઓએ ચપ્પલની લગાવી લાઇન
આ પણ વાંચોઃ દેશમાં મોટું આર્થિક સંકટ, સરકાર પોતાની ભૂૂલો સ્વીકારતી નથી: ચિદમ્બરમ