ETV Bharat / bharat

દિલ્હી મહિલા આયોગના પ્રમુખે બાબા રામ રહીમની પેરોલ પર ઉઠાવ્યા સવાલ, CMને પૂછ્યા 5 સવાલ

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગુરુવારે ટ્વીટ કરીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને વિવાદાસ્પદ ધાર્મિક નેતા બાબા રામ(Swati maliwal raised question on ram Rahim parole) રહીમની પેરોલ અંગે પાંચ પ્રશ્નો પૂછ્યા છે.

દિલ્હી મહિલા આયોગના પ્રમુખે બાબા રામ રહીમની પેરોલ પર ઉઠાવ્યા સવાલ, CMને પૂછ્યા 5 સવાલ
દિલ્હી મહિલા આયોગના પ્રમુખે બાબા રામ રહીમની પેરોલ પર ઉઠાવ્યા સવાલ, CMને પૂછ્યા 5 સવાલ
author img

By

Published : Oct 27, 2022, 2:55 PM IST

નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે વિવાદાસ્પદ ધાર્મિક નેતા બાબા રામ રહીમને આપવામાં આવેલી પેરોલને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.(Swati maliwal raised question on ram Rahim parole) સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પાંચ સવાલ પૂછ્યા છે. ટ્વીટમાં ગૃહમંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પેરોલને લઈને આપવામાં આવેલી અલગ-અલગ દલીલો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બાબા રામ રહીમને પંચકુલા કોર્ટ દ્વારા હત્યા સહિત અનેક જઘન્ય ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, ત્યાર બાદ તે ઘણી વખત પેરોલ પર બહાર આવી ચૂક્યો છે.

રામ રહીમને પેરોલ: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગુરુવારે ટ્વીટ કરીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પાંચ પ્રશ્નો પૂછ્યા. માલીવાલે પોતાના ટ્વિટમાં પૂછ્યું છે કે, "બાબા રામ રહીમની પેરોલ અરજીને કોઈ કોર્ટે મંજૂર કરી છે?" બીજા સવાલમાં માલીવાલે પૂછ્યું કે, "હરિયાણા સરકારના મંત્રીએ કહ્યું હતુ કે, 'પેરોલ તમારી સરકારના જેલ વિભાગનો મુદ્દો છે', તો શું ગૃહમંત્રી અનિલ વિજે ખોટી માહિતી આપી? શું જિલ્લા મેજિસ્ટ્રેટે પેરોલ આપી?" ત્રીજા સવાલમાં સ્વાતિ માલીવાલે પેરોલના નિયમોને ટાંકીને પૂછ્યું કે, "પેરોલ ખૂબ જ અરજન્ટ કેસમાં જ આપવામાં આવે છે, તો પછી એવો કયો કેસ હતો જેમાં રામ રહીમને પેરોલ આપવામાં આવ્યો હતો."

સસ્પેન્ડ કરવાની માંગ: પોતાના ચોથા પ્રશ્નમાં માલીવાલે રામ રહીમના સત્સંગમાં હાજરી આપનારા સરકારી અધિકારીઓ અને નેતાઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ જ છેલ્લા સવાલમાં સ્વાતિ માલીવાલે હરિયાણા સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "શું તેમની સરકારે રામ રહીમને સારો કેદી માને છે, જેના કારણે રામ રહીમને તેમની ઈચ્છા મુજબ પેરોલ આપવામાં આવે છે.?"

અનુયાયીઓ મોટી સંખ્યામાં: હરિયાણામાં બાબા રામ રહીમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. તેમનો ડેરા સચ્ચા સૌદા રાજકીય રીતે પણ ઘણો સક્રિય રહ્યો છે. દરેક ચૂંટણી પહેલા લોકોને ડેરા દ્વારા સમર્થિત પાર્ટીના ઉમેદવારને મત આપવા અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.