- દિલ્હી તોફાનોના આરોપીઓની હત્યાના કાવતરાના કેસમાં મોટી કાર્યવાહી
- આરોપીઓને 4 દિવસના વૉરંટ પર પૂછપરછ કરવા રિમાન્ડ પર
- સેલે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તિહાડ જેલમાં દિલ્હી તોફાનોના આરોપીઓની હત્યાના કાવતરાના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ISISના બે આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓને 4 દિવસના વૉરંટ પર પૂછપરછ કરવા રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ISIS સંબંધિત મામલે NIAએ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં દરોડા પાડ્યા
પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસમાં બહાર આવ્યું છે કે, તિહાડ જેલમાં બંધ દિલ્હી તોફાનોના આરોપી શાહિદને ISISના આતંકવાદીઓએ અન્ય આરોપીઓને મારવાની જવાબદારી સોંપી હતી. જે બાદ, શાહિદે અસલમને પારા જેલમાં પહોંચવાનો હુકમ આપ્યો હતો. આ હુકમ અસલમને ફોન દ્વારા આપવામાં આવ્યો હતો. આ કોલ વિશેષ સેલ દ્વારા ટ્રેશ કરવામાં આવ્યો હતો. જે બાદ વિશેષ સેલે શાહિદને પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તિહાર જેલના બંધ ISISના આતંકવાદી અબ્દુલા બાસિતે દિલ્હીના તોફાનોનો બદલો લેવા માટે જેલમાં બંધ અન્ય ISIS આતંકવાદી અજીમોશાનને કેટલાક લોકોને તૈયાર કરવા કહ્યું હતું. આ પછી, આતંકવાદી અજીમોશાને દિલ્હી તોફાનોના આરોપી શાહિદનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: દિલ્હી તોફાન દરમિયાન બે આરોપીઓની હત્યા માટે થયેલા ષડયંત્રનો પર્દાફાશ
ફોન કોલનો થયો ખુલાસો
સ્પેશિયલ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તિહાર જેલમાંથી શાહિદે જેલની બહાર અસલમ નામના વ્યક્તિને જેલની અંદર લઈ જવા કહ્યું હતું. આ લોકો આ ગુનાને અંજામ આપી શકે તે પહેલાં જ સ્પેશિયલ સેલે આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. હાલ, આ કેસમાં આતંકવાદી અબ્દુલા બાસીત અને અજીમોશાનની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેલમાંથી ISIS ખોરાસન મોડ્યુલ ચલાવતો હતો.
જેલમાં હાજર શાહીદ અને બહારથી અસલમ ષડયંત્ર કરતો હતો
સ્પેશિયલ સેલની ટીમે આ ષડયંત્ર અંગે ટેક્નિકલ સર્વેલન્સ રાખવનું શરૂ કર્યું, જેનાથી જાણવા મળ્યું કે જેલમાં હાજર શાહીદ અને બહારથી અસલમ આનું ષડયંત્ર રચી રહ્યા છે. અસલમે ષડયંત્ર માટે જેલમાં બંધ શાહીદને પારા પહોંચાડ્યો હતો, જેથી આના માધ્યમથી જેલમાં બંધ બંને આરોપીઓની હત્યા કરી શકાય. જ્યારે સ્પેશિયલ સેલની ટિમે દરોડા પાડી તિહાડ જેલથી પારા જપ્ત કરી લીધો હતો.