ETV Bharat / bharat

દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 24,331 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે, એક્ટિવ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 92 હજારને વટાવી ગઈ છે. તે જ સમયે, કોરોનાથી મૃત્યુઆંક 300ની નજીક પહોંચી ગયો છે.

દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
author img

By

Published : Apr 24, 2021, 10:27 AM IST

  • પાટનગરમાં પ્રથમ વખત 24 કલાક દરમિયાન સૌથી વધારે 348 લોકોનાં મોત નીપજ્યાં
  • કોરોનાના વધતા કેસોને કારણે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને પણ ઠપકો આપ્યો
  • 'દિલ્હી કોરોના' એપ્લિકેશન મુજબ, સમગ્ર દિલ્હીમાં ફક્ત એક જ વેન્ટિલેટર બેડ ખાલી

નવી દિલ્હી: કોરોનાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. પાટનગરમાં કોરોનાથી મૃત્યુઆંક 300ની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાથી 348 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 24 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. આજે શનિવારે કોરોનાના નવા કેસોમાં અને સંક્રમણ દરના થોડો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, મૃત્યુનાં આંકડા આશ્ચર્યજનક જોવા મળી રહ્યા છે. આજે એક જ દિવસમાં લગભગ 300 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે, છેલ્લા 24 કલાક દરમિયાન, દર કલાકે 14થી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: એન્ટિ મંડળ કમિશન ફોરમના સંયોજક ડીયુના પૂર્વ વિદ્યાર્થી હરેરામસિંહનું મૃત્યુ

હાઈકોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો

હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરોની સુવિધા ન હોવા બદલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને પણ ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય બંધ ન કરવી જોઇએ. પરંતુ, દિલ્હી સરકાર આ મામલે નિષ્ફળ સાબિત થઈ રહી છે. દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સતત લડત ચાલી રહી છે. જેના કારણે લોકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સમગ્ર દિલ્હીમાં ફક્ત 1 વેન્ટિલેટર બેડ ખાલી

દિલ્હીમાં હોસ્પિટલોમાં સંસાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં, એક તરફ લોકો કોરોના વાઇરસથી લડતા હોય છે અને બીજી બાજુ બેડ, દવાઓ અને ઓક્સિજન માટેની લડત ચાલુ છે. આ દરમિયાન, દિલ્હી સરકારે જાહેર કરેલી 'દિલ્હી કોરોના' એપ્લિકેશન મુજબ, સમગ્ર દિલ્હીમાં ફક્ત એક જ વેન્ટિલેટર બેડ ખાલી છે. એટલે કે, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ વેન્ટિલેટર બેડ હાઉસફૂલ થઈ ગયા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન સાહેબ, દિલ્હીનો મુખ્યપ્રધાન હોવા છતા હું લાચારઃ કેજરીવાલ

24 કલાકમાં 24,331 નવા કેસ નોંધાયા

દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન, 75 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, કોરોનાના 23,331 નવા કેસ નોંધાયા છે. આજના વધારા પછી, દિલ્હીમાં કોરોનાનો કુલ આંકડો વધીને 9,80,679 થયો છે. પ્રથમ વખત મૃત્યુના આંકડા 300ની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ,348 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે, પાછલા દિવસે આ આંકડો 306 હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.