ETV Bharat / bharat

છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે પોલીસે પહેલવાન સુશીલ કુમારની તપાસ શરૂ કરી - છત્રસાલ સ્ટેડિયમ ખાતે રેસલર સાગરની હત્યા

દિલ્હીમાં થોડા સમય પહેલા છત્રસાલ સ્ટેડિયમમાં હત્યા થઈ હતી. આ મામલે દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સુશીલ કુમાર પહેલવાન અને તેમના સાથીઓએ આ હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે.

છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે પોલીસે પહેલવાન સુશીલ કુમારની તપાસ શરૂ કરી

author img

By

Published : May 6, 2021, 3:21 PM IST

  • છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગરની હત્યાની કેસનો મામલો
  • દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલ કુમારના ઘરે દરોડા પાડ્યા
  • પ્રાથમિક તપાસમાં સુશીલ કુમાર અને તેના મિત્રોએ હત્યામાં શામેલ હોવાનું જણાયું

નવી દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે દિલ્હી પોલીસે ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારની તપાસ માટે દરોડા પાડ્યા હતા. પોલીસેની ટીમે બુધવારે સુશીલ કુમારની તપાસ મામલે તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં સુશીલ પહેલવાન અને તેના મિત્રોએ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ માટે સુશીલ પહેલવાન સાથે પૂરા મામલાની પૂછપરછ કરવી જરૂરી છે. હાલમાં પોલીસે હત્યા મામલે પ્રિન્સ દલાલની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી ડબલ બેરલ ગન પણ કબજે કરી હતી.

આ પણ વાંચોઃ અંબાજીમાં ભાજપના કાર્યકર્તાઓએ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસાને લોકતંત્રની હત્યા ગણાવી

મારામારીમાં પહેલવાન સાગરનું મોત થયું

આ અંગે મળતી માહિતી અનુસાર, મંગળવારે મોડી રાત્રે મોડલ ટાઉનમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનોના 2 જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલી જૂથ અથડામણમાં સાગર, સોનુ મહાલ અને અમિત કુમાર ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત થયું હતું. જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

સુશીલ કુમાર અને સાગર પહેલવાન વચ્ચે વિવાદ હતો

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મોડલ ટાઉનમાં સુશીલ પહેલવાનનો એક ફ્લેટ છે, જે તેમણે સાગરને રહેવા આપ્યો હતો. હાલમાં જ તેણે સાગરને ફ્લેટ ખાલી કરવા કહ્યું હતું. આ અંગે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે સાગરને માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

સુશીલ કુમારે મિત્રો સાથે મળી મારામારી કરી

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, પીડિત પક્ષનું કહેવું છે કે સુશીલ કુમાર પોતાના મિત્રો સાથે આવ્યો હતો અને તેણે મારામારી કરી હતી. આ દરમિયાન ત્યાં ગોળી પણ ચાલી હતી. આના કારણે જ સુશીલ કુમારની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો, સુશીલ આ હત્યામાં શામેલ હશે તો તેની ધરપકડ કરવામાં આવશે. તો બીજી તરફ સુશીલ કુમારે દાવો કર્યો હતો કે, આ બન્ને જૂથના ઝઘડા મામલે તેનો કોઈ સંબંધ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.