ETV Bharat / bharat

કેજરીવાલના પૂર્વ પ્રધાનને દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા

રાજેન્દ્ર પાલ ગૌતમ પર વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગમાં આયોજિત બૌદ્ધ મહાસભાના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ છે. જેમાં દિલ્હી પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા (delhi police notice to kejriwals former minister) હતા.

rajendra pal gautam in conversion program case

author img

By

Published : Oct 11, 2022, 1:12 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ આજે નોટિસ (delhi police notice to kejriwals former minister) લઈને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમના ઘરે પહોંચી છે. રાજેન્દ્ર પાલ ગૌતમને દિલ્હી પોલીસે પહાડગંજ પોલીસ સ્ટેશનમાં બપોરે 2:00 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ધર્માંતરણ વિવાદમાં (delhi conversion program case) ફસાયા બાદ તેમણે દિલ્હી સરકારના સમાજ કલ્યાણ પ્રધાનપદેથી રાજીનામું (rajendra pal gautam resign) આપવું પડ્યું હતું. દિલ્હી પોલીસે રાજેન્દ્ર પાલ ગૌતમને પૂછપરછની નોટિસ આપી છે. હિંદુ દેવી-દેવતાઓની પૂજા વિરુદ્ધ શપથ લેવાના મામલે પોલીસ તેમની પૂછપરછ કરશે.

'રામ-કૃષ્ણ'ને ભગવાન ન માનવાના શપથ: હકીકતમાં, રાજેન્દ્ર પાલ ગૌતમ પર વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગમાં આયોજિત બૌદ્ધ મહાસભાના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન (Insulting Hindu deties) કરવાનો આરોપ છે. તેમની હાજરીમાં હજારો લોકો 'રામ-કૃષ્ણ'ને ભગવાન ન માનવાના અને ક્યારેય પૂજા નહીં કરવાના શપથ લેતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જેની ભાજપે કહ્યું હતું કે બૌદ્ધ અને હિન્દુ ધર્મમાં માનનારાઓને લડાવવાનો પ્રયાસ છે. ભાજપે રાજેન્દ્ર ગૌતમને હિન્દુ સમાજની માફી માંગવાની પણ માંગ કરી હતી.

રાજેન્દ્ર પાલ ગૌતમનો ખુલાસો: જ્યારે વિવાદ વધ્યો ત્યારે રાજેન્દ્ર પાલ ગૌતમે પણ ખુલાસો કર્યો હતો. ગૌતમે કહ્યું હતું કે, 'ભારતનું બંધારણ આપણને સ્વતંત્રતા આપે છે. આપણે કયા ધર્મનું પાલન કરવું જોઈએ, કયા ધર્મનું પાલન ન કરવું જોઈએ? શા માટે કોઈને આની સામે વાંધો છે? કેસ દાખલ કરો. તેઓ શું કરી શકે? તમે ખોટા કેસ કરી શકો છો. તમને જેલમાં નાખી શકે છે. અમે તેના માટે તૈયાર છીએ. ભાજપનું મેદાન સરકી રહ્યું છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે AAPએ સામાન્ય માણસ માટે કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.